Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:ભરઉનાળામાં લીંબુના ભાવનો પારો ઊંચે ચડ્યો: શાકભાજીના ભાવમાં ‘મિક્સ વેજ’ જેવો માહોલ, ક્યાંક રાહત તો ક્યાંક આકરો ડામ

    2 days ago

    ગુજરાતમાં ઉનાળાનો પારો જેમ જેમ વધી રહ્યો છે, તેમ તેમ માર્કેટ યાર્ડમાં શાકભાજીના ભાવમાં પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસના વિશ્લેષણ મુજબ, ઉનાળુ શાકભાજીની આવક વધતા ભીંડો અને કાકડી જેવા શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે, પરંતુ બીજી તરફ ગરમીના કારણે લીંબુ અને અન્ય લીલા મસાલાના ભાવમાં મોટો ઉછાળો આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ખાસ કરીને લીંબુના 1 કિલોના ભાવ 15 દિવસમાં સીધા રૂ. 80 થી વધીને રૂ. 180-200 સુધી પહોંચી ગયા છે. ભીંડો-ગુવાર સસ્તા થયા, ગૃહિણીઓને થાળીમાં મળી રાહત રાજકોટ માર્કેટ યાર્ડમાં ઉનાળુ પાકની નવી આવક શરૂ થતા અનેક શાકભાજીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માર્કેટના સૂત્રોના જણાવ્યા મુજબ, ચોળાસિંગ, ભીંડો, ટિંડોળા અને ગુવારની આવક પૂરતા પ્રમાણમાં હોવાથી તેના ભાવ ગત પખવાડિયા કરતા નીચા આવ્યા છે. આ ઉપરાંત તુરીયા, પરવર અને ગરમીમાં સૌથી વધુ વપરાતી કાકડી પણ સસ્તી થતા મધ્યમ વર્ગને મોટી રાહત મળી છે. વેપારીઓના મતે, અત્યારે 40 ડિગ્રીથી વધુ તાપમાન હોવાથી બહારથી આવતા શાકભાજી (જેમ કે ગાજર, વટાણા) ટ્રાન્સપોર્ટેશન દરમિયાન બગડી જવાની ભીતિ રહે છે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે છૂટક વેપારીઓ ભાવ ઊંચા રાખી રહ્યા છે. મરચા-કોથમરીના ભાવમાં ‘તીખાસ’ શાકભાજીના ભાવમાં ઘટાડો છે, તો બીજી તરફ મસાલા અને પહાડી શાકભાજીના ભાવમાં આગ લાગી છે. ગરમીના કારણે કોથમરી અને મેથીનો પાક બળી જવાથી તેની આવક ઘટી છે, જેના કારણે તેના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો થયો છે. આ સાથે લીલા મરચા, લીલી ડુંગળી, વટાણા, ગાજર અને બીટના ભાવ પણ વધ્યા છે. વિશ્લેષણ: શું મોંઘું થયું અને શું સસ્તું? ભાવમાં વધારો મસાલા: લીલા મરચા, કોથમરી શાકભાજી: લીલી ડુંગળી, વટાણા, ગાજર, બીટ, મેથી ભાવમાં ઘટાડો ઉનાળુ પાક: ભીંડો, ગુવાર, ચોળાસિંગ, ટિંડોળા વેલાવાળા શાક: તુરીયા, પરવર, કાકડી સિટી એન્કર
    Click here to Read More
    Previous Article
    આયોજન:મવડી, વાવડી, રેલનગર સહિતના વિસ્તારોમાં 3170 આવાસ બનશે
    Next Article
    મૌનનું મહાત્મ્ય:રાજકોટમાં ગૌ ધામ શિવ કથામાં મૌન, ભસ્મ અને ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો મહિમા સમજાવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment