Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઈકાલે સુરત મનપાની ચૂંટણીમાં ડુંભાલમા પોલીસ-કોંગ્રેસ આમને સામને:કોંગ્રેસ ઉમેદવારના પિતાને પોલીસ સ્ટેશને લઈ જવાયા, સવા કલાક સુધી બેસાડી રાખ્યાનો સાયકલવાલાનો આક્ષેપ

    15 hours ago

    સુરત મનપાની ચૂંટણીમાં લોકશાહીના પર્વ વચ્ચે અનેક વિસ્તારોમાં રસાકસી જોવા મળી હતી. પરંતુ શહેરના ડુંભાલ વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 19માં મતદાનના દિવસે ભારે વિવાદ અને ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. ડુંભાલ વિસ્તારની ભારત નગર સુમન હાઈસ્કૂલની બહાર પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી તકરારે સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો લાવી દીધો હતો. આ ઘટનાને પગલે પોલીસ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ આમને સામને મતદાનના દિવસે સવારથી જ શાંતિપૂર્ણ માહોલ હતો, પરંતુ બપોરના સમયે પોલીસને બાતમી મળી હતી કે ભારત નગર સ્થિત સુમન હાઈસ્કૂલ મતદાન કેન્દ્રની બહાર કેટલાક રાજકીય કાર્યકર્તાઓ મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાતમીના આધારે જ્યારે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે સીધી અથડામણ થઈ હતી. વિવાદ ટાળવા માટે અસલમ સાયકલવાલાને પોલીસ સ્ટેશન લઈ જવાયા પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો બિચક્યો હતો. આ સમયે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા પણ ત્યાં હાજર હતા. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને વધુ વિવાદ ટાળવા માટે અસલમ સાયકલવાલાને પોલીસ મથકે લઈ જવાનો નિર્ણય કર્યો હતો. મેં કોઈ આચારસંહિતાનો ભંગ કર્યો નથી- અસલમ સાયકલવાલા પોલીસ સ્ટેશનમાં સવા કલાક સુધી બેસાડી રાખ્યા બાદ જ્યારે તેમને છોડવામાં આવ્યા, ત્યારે અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, હું કાયદેસર રીતે ચૂંટણી એજન્ટ તરીકે ત્યાં હાજર હતો. જે મતદારો મતદાન કરવા આવતા હતા, તેઓ મૂંઝવણમાં ન મુકાય તે માટે હું તેમને માત્ર મતદાન કયા રૂમમાં કરવાનું છે તેની માહિતી આપી રહ્યો હતો. મેં કોઈ આચારસંહિતાનો ભંગ કર્યો નથી. નક્કર કારણ વગર તેમને સવા કલાક સુધી બેસાડી રાખ્યાનો આક્ષેપ તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, વિરોધ પક્ષ દ્વારા પોલીસને જાણીજોઈને ખોટી માહિતી આપવામાં આવી હતી અને સત્તાના જોરે તેમને હેરાન કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, પોલીસ સ્ટેશનમાં કોઈ પણ નક્કર કારણ વગર તેમને સવા કલાક સુધી બેસાડી રાખ્યા હતા. મતદાન મથક બહાર ટોળા એકઠા થયા હતા આ ઘટના પાછળનું એક મહત્વનું પાસું એ પણ હતું કે વોર્ડ નં. 19માંથી અસલમ સાયકલવાલાના પુત્ર સોહેલ સાયકલવાલા પોતે ચૂંટણી લડી રહ્યા હતા. પિતાની અટકાયત થતા જ સોહેલ સાયકલવાલાના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને મતદાન મથક બહાર ટોળા એકઠા થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો કોંગ્રેસ દ્વારા આજે સોશિયલ મીડિયામાં વિડિયો અપલોડ કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીનો સિક્કિમના ગંગટોકમાં રોડ શો:આવતીકાલે ₹4000 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, રાજ્યના 50મા સ્થાપના દિવસ સમારોહમાં ભાગ લેશે
    Next Article
    જૂનાગઢમાં ગરમીનો કહેર:જુનાગઢમાં આકરા તાપ વચ્ચે સિવિલમાં ઝાડા-ઊલટીના કેસોમાં ઉછાળો આવતા સ્પેશિયલ વોર્ડ કાર્યરત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment