Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં ગરમીનો કહેર:જુનાગઢમાં આકરા તાપ વચ્ચે સિવિલમાં ઝાડા-ઊલટીના કેસોમાં ઉછાળો આવતા સ્પેશિયલ વોર્ડ કાર્યરત કરાયા

    15 hours ago

    ​જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે આકરા ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે જૂનાગઢમાં ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને ગિરનાર પર્વત અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતાં લોકો તોબા પોકારી ઉઠ્યા છે. ગિરનારના પથ્થરો જાણે ભઠ્ઠીની જેમ તપી રહ્યા હોય તેવી ગરમીનો અહેસાસ પરિક્રમાર્થીઓ અને સ્થાનિકો કરી રહ્યા છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે અને ગરમ પવનો ફૂંકાવાને કારણે લૂ લાગવાની ઘટનાઓમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. આ કાળઝાળ ગરમીની સીધી અસર હવે લોકોના સ્વાસ્થ્ય પર દેખાવવાની શરૂ થઈ ગઈ છે, જેના કારણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો પણ નોંધપાત્ર રીતે વધ્યો છે. ​જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે છેલ્લા એક માસમાં રોગચાળાના આંકડા ચિંતાજનક રીતે સામે આવ્યા છે. ખાસ કરીને ગરમી અને દૂષિત ખોરાક-પાણીને કારણે ઝાડા-ઊલટીના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. હોસ્પિટલના રેકોર્ડ મુજબ છેલ્લા ત્રીસ દિવસમાં ઝાડા-ઊલટીના કુલ 123 કેસ નોંધાયા છે. આ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળો પણ ધીરે ધીરે પગપેસારો કરી રહ્યો હોય તેમ ડેન્ગ્યુના 2, ચિકનગુનિયાનો 1 અને ટાઈફોઈડના 4 કેસ સામે આવ્યા છે. આ પરિસ્થિતિને જોતા સિવિલ હોસ્પિટલનું તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે અને દર્દીઓને ત્વરિત સારવાર મળે તે માટેના તમામ આયોજનો કરી લેવામાં આવ્યા છે. ​ગરમીના આ માહોલમાં બાળકોનું સ્વાસ્થ્ય સૌથી વધુ જોખમમાં હોય તેવું ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટે ભારપૂર્વક જણાવ્યું છે. તેમણે સમજાવ્યું હતું કે પુખ્ત વયના લોકોની સરખામણીએ બાળકોના શરીરમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને તેમની રોગપ્રતિકારક શક્તિ હજુ વિકસતી હોવાથી ડીહાઈડ્રેશનની અસર તેમના પર ખૂબ ઝડપથી અને ગંભીર રીતે થાય છે. ખાસ કરીને બપોરના ગાળામાં જ્યારે સૂર્યપ્રકાશ સૌથી વધુ પ્રબળ હોય ત્યારે વાલીઓએ પોતાના બાળકોને ઘરની બહાર રમવા ન મોકલવા જોઈએ. જો બાળકનું શરીર અચાનક ગરમ થઈ જાય, તેને સતત ચક્કર આવતા હોય, ઉબકા કે ઊલટી જેવું જણાય અથવા બાળક ખૂબ જ નબળાઈ અનુભવે તો તેને સામાન્ય તાવ સમજીને અવગણવાને બદલે હીટસ્ટ્રોક માનીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવું અત્યંત અનિવાર્ય છે. ​હોસ્પિટલની સજ્જતા અંગે માહિતી આપતા સુપ્રિટેન્ડેન્ટે વધુમાં ઉમેર્યું હતું કે દર્દીઓની સુવિધા માટે હોસ્પિટલમાં અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકો માટે ખાસ પિડિયાટ્રિક વોર્ડ તૈયાર રાખવામાં આવ્યો છે જ્યાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવશે. તેવી જ રીતે પુખ્ત વયના દર્દીઓ માટે પણ લિંગભેદ મુજબ અલગ વ્યવસ્થા છે, જેમાં પુરુષ દર્દીઓ માટે વોર્ડ નંબર 501 અને મહિલા દર્દીઓ માટે વોર્ડ નંબર 506 ફાળવવામાં આવ્યા છે. આ વોર્ડમાં ગરમીના દર્દીઓને તાત્કાલિક રાહત મળે તેવી તમામ સવલતો ઊભી કરવામાં આવી છે. ​સારવાર માટે જરૂરી દવાઓ અને અન્ય સાધન-સામગ્રીનો પણ પૂરતો જથ્થો હોસ્પિટલ પાસે ઉપલબ્ધ છે. ડીહાઈડ્રેશન સામે લડવા માટે ઓ.આર.એસ. પાઉડરનું દ્રાવણ અને ગંભીર દર્દીઓ માટે નસ દ્વારા અપાતા આઈ.વી. ફ્લુઈડ્સનો જથ્થો અગાઉથી જ મંગાવી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત દર્દીઓની રાત-દિવસ સેવા કરવા માટે ડોક્ટરો, અનુભવી નર્સિંગ સ્ટાફ અને એટેન્ડન્ટની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે જેથી કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિમાં દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે. આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા લોકોને પૂરતા પ્રમાણમાં પાણી પીવા અને બિનજરૂરી તડકામાં બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગઈકાલે સુરત મનપાની ચૂંટણીમાં ડુંભાલમા પોલીસ-કોંગ્રેસ આમને સામને:કોંગ્રેસ ઉમેદવારના પિતાને પોલીસ સ્ટેશને લઈ જવાયા, સવા કલાક સુધી બેસાડી રાખ્યાનો સાયકલવાલાનો આક્ષેપ
    Next Article
    chaitar vasava MLA Live | ભરૂચ : AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ લાફો માર્યો | Slap | Local | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment