Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની ‘વોટ સ્પેશિયલ’ ટ્રેન બંગાળના રાજકારણમાં ગરમાવો લાવશે?:આ વખતે બંગાળમાં શાસન બદલવા અમે મક્કમ: મુસાફર, ત્રણ ટ્રેનમાં હજારોની સંખ્યામાં મતદારો વતન રવાના

    15 hours ago

    પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે તેની અસર હીરાનગરી અને ટેક્સટાઇલ સિટી સુરતમાં પણ જોવા મળી રહી છે. સુરતમાં વસતા પશ્ચિમ બંગાળના હજારો શ્રમિકો 'પરિવર્તન'ના સંકલ્પ સાથે વતન જવા રવાના થયા છે. ઉધના રેલવે સ્ટેશન પરથી રાત્રિના સમયે ઉપડેલી સ્પેશિયલ ટ્રેનોમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મુસાફરોનો એક જ સૂર હતો કે, આ વખતે બંગાળમાં બદલાવ જોઈએ. રોજગાર માટે વતન છોડવું પડ્યું, 'હવે વ્યવસ્થા બદલવા જઈ રહ્યા છીએ' સુરતના વિવિધ વિસ્તારોમાં કામ કરતા પશ્ચિમ બંગાળના હજારો શ્રમિકો બીજા તબક્કાના મતદાનમાં ભાગ લેવા માટે ઉધના સ્ટેશને ઉમટી પડ્યા હતાં. ત્રણ જેટલી ખાસ ટ્રેનોમાં હજારોની સંખ્યામાં મતદારો રવાના થયા છે. આ શ્રમિકોનું કહેવું છે કે તેઓ વર્ષોથી ગુજરાતમાં રહીને કમાણી કરે છે, પરંતુ હવે તેઓ ઈચ્છે છે કે તેમના વતનમાં પણ એવી સુવિધાઓ ઊભી થાય કે જેથી તેમણે પરિવારથી દૂર ન રહેવું પડે. 'બંગાળમાં ઉદ્યોગો હોત તો અમારે સુરત ન આવવું પડત' વતન જવા રવાના થયેલા સંજુ સરદાર નામના યુવાને પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, હું 2019થી સુરતમાં રહું છું. અમારા બંગાળમાં કોઈ કામ-ધંધો કે ઉદ્યોગો નથી. અમારે નાછૂટકે પરિવાર છોડીને બીજા રાજ્યમાં મજૂરી કરવા આવવું પડે છે. અહીં અમે પૈસા તો કમાઈ શકીએ છીએ, પણ મુશ્કેલીઓ ઘણી છે. શ્રમિકો પશ્ચિમ બંગાળમાં હાર-જીતનું સમીકરણ બદલી શકે રેલવે સ્ટેશન પર હાજર રહેલા મતદારોમાં ભાજપ તરફી ઝુકાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. કેટલાક મતદારોએ ખુલ્લેઆમ જણાવ્યું હતું કે, તેઓ આ વખતે ભાજપને મત આપશે. સુરતથી જઈ રહેલા આ હજારો મતો પશ્ચિમ બંગાળની અનેક બેઠકો પર હાર-જીતનું સમીકરણ બદલી શકે તેમ છે. બંગાળની રાજકીય દિશા નક્કી કરશે 'સુરતની ટ્રેન' શ્રમિકોનો તર્ક છે કે ગુજરાત જેવો વિકાસ અને ઉદ્યોગો જો બંગાળમાં આવશે, તો જ તેમનું ભવિષ્ય સુધરશે. સુરતની આ ટ્રેનો માત્ર મુસાફરોને જ નહીં, પણ બંગાળના રાજકારણમાં મોટા ફેરફારના સંકેતો લઈને પણ જઈ રહી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાઘવ ચઢ્ઢાનો ભાજપમાં જોડાયા પછી પહેલો વીડિયો:કહ્યું- AAP ભ્રષ્ટ લોકોની પાર્ટી, પોતાના ફાયદા માટે કામ કરી રહ્યા છે; BJPમાં જોડાવાના ત્રણ કારણો જણાવ્યા
    Next Article
    સુરેન્દ્રનગરમાં મતગણતરીના દિવસે 'ડ્રાય ડે' જાહેર:જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ.સોલંકીએ જાહેરનામું બહાર પાડ્યું, સવારના 6 કલાકથી મતગણતરી પૂર્ણ થયાના બે કલાક સુધી અમલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment