Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કાલે મતગણતરી:જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાના ભાવિનો થશે ફેંસલો

    13 hours ago

    પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રવિવારે શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર આવતીકાલે યોજાનારી મતગણતરી પર છે. મંગળવારે સવારથી શરૂ થનારી ગણતરી બાદ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. જિલ્લા પંચાયતની 32 બેઠકો, 9 તાલુકા પંચાયતોની 165 બેઠકો, પાટણ નગરપાલિકાની 44 બેઠકો, સિદ્ધપુરની 33 બેઠકો અને રાધનપુરની પેટા ચૂંટણીના પરિણામો બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. મતગણતરી આવતીકાલે સવારે 9:00 વાગ્યાથી અલગ-અલગ કેન્દ્રો પર હાથ ધરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા તમામ તાલુકા મથકોએ મતગણતરી માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગણતરી વોર્ડ વાઈઝ અને રાઉન્ડ મુજબ હાથ ધરાશે, જેના કારણે બપોર સુધીમાં વિજેતા ઉમેદવારોના નામ જાહેર થવા લાગશે અને જીતનું ચિત્ર સ્પષ્ટ થશે. તમામ કેન્દ્રો પર સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વહેલી સવારથી જ ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓની હાજરીમાં મતગણતરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. પરિણામો જાહેર થતાની સાથે જ જે તે પક્ષ કે અપક્ષ ઉમેદવારોના વિજય સરઘસ અને જશ્નનો માહોલ જોવા મળશે. ચૂંટણી અધિકારી હિરેન ચૌહાણે જણાવ્યું હતું કે, પાટણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 26 તારીખે યોજાઈ હતી અને તેની મતગણતરી 28 તારીખે (આવતીકાલે) રાખવામાં આવેલ છે. મતગણતરી હોલ, સ્ટાફ અને સ્ટેશનરી સહિતની તમામ વ્યવસ્થા થઈ ગઈ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. સવારે 9:00વાગ્યાથી તમામ વોર્ડની મતગણતરી શરૂ થશે, જેમાં અંદાજિત 100 થી 125 સ્ટાફ રોકાયેલો છે. મતગણતરી માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નક્કી કરાયેલા કેન્દ્રોની વિગત નીચે મુજબ છે:
    Click here to Read More
    Previous Article
    રાઘવ ચઢ્ઢા બોલ્યા-AAP ભ્રષ્ટ લોકોની પાર્ટી બની:પોતાના ફાયદા માટે કામ કરી રહ્યા, ઓફિસનું વાતાવરણ ઝેરી હોય તો કેવી રીતે કામ કરી શકશો; મારા માટે AAPમાં આવું જ હતું
    Next Article
    વડોદરામાં ગરમી 43 ડીગ્રી થતા લોકો તોબા પોકારી ગયા:ગરમીથી રાહત મેળવવા માટે લોકોના પ્રયાસો, ડીહાઈડ્રેશનથી બચવા જ્યૂસ, લીંબુ પાણી પીવે છે, વેચાણમાં પણ 50% નો વધારો, બપોરે રસ્તાઓ સુમસામ થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment