Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ગરમી 43 ડીગ્રી થતા લોકો તોબા પોકારી ગયા:ગરમીથી રાહત મેળવવા માટે લોકોના પ્રયાસો, ડીહાઈડ્રેશનથી બચવા જ્યૂસ, લીંબુ પાણી પીવે છે, વેચાણમાં પણ 50% નો વધારો, બપોરે રસ્તાઓ સુમસામ થયા

    12 hours ago

    વડોદરા શહેરમાં આજે ગરમી 43 ડીગ્રી પર પહોંચી ગઈ છે. જેને લઈને લોકો ગરમીથી રાહત મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. લોકો ઠંડા પીણા પીને પોતાને ડીહાઈડ્રેશનથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યુસ અને ઠંડા પીણાના વેચાણમાં પણ 50% જેટલો વધારો થયો છે. રાધિકાબેન અગ્રવાલે જણાવ્યું હતું કે, અત્યારે ગરમી ખૂબ જ વધી ગઈ છે. શરીરમાં ડીહાઈડ્રેશન ના થાય તે માટે અહીંના જ્યૂસ ખૂબ જ સારા અને સ્વાસ્થ્યપ્રદ છે. અહીં વોટરમેલન અને શક્કરટેટીના જ્યૂસ ખૂબ જ સારા મળે છે. જ્યારે પણ અમે અહીંથી પસાર થઈએ છીએ, ત્યારે જ્યૂસ પીવા માટે ચોક્કસ રોકાઈએ છીએ. ઘણીવાર હું મારા પરિવાર સાથે પણ અહીં આવું છું. ગરમીમાં શરીરને ઠંડક આપવા અને સ્વસ્થ રાખવા માટે તાજા ફળોના જ્યૂસ પીવા ખૂબ જ જરૂરી છે, અને તે શરીર માટે ખૂબ જ લાભદાયી પણ છે. ફતેગંજ વિસ્તારમાં આવેલા શ્રી રાજરાજેશ્વરી જ્યુસ એન્ડ આઈસ્ક્રીમ પાર્લરના નરેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે, અત્યારે ગરમી ખરેખર ખૂબ જ વધારે છે, તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહે છે. આ ગરમીમાં લૂ ન લાગે અને શરીરમાં ડિહાઈડ્રેશન ન થાય તે માટે કુદરતે જે તે સીઝન મુજબના ફળો આપ્યા છે. અત્યારે ગરમીથી બચવા માટે લોકો મસ્કમેલન, વોટરમેલન, ફાલસા અને મેંગો જેવા ફ્રૂટ જ્યુસ ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો ગરમીથી રાહત મેળવવા સતત જ્યુસ પીવા આવે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગરમીમાં જ્યુસ ખૂબ જ ઉપયોગી છે, 100% ફાયદાકારક છે. તે શરીરને ઠંડક આપે છે અને તાજગી જાળવી રાખે છે. ગરમીના કારણે જ્યુસના વેચાણમાં મોટો ઉછાળો આવ્યો છે. સામાન્ય દિવસો કરતા વેચાણમાં 50% થી પણ વધુનો વધારો થયો છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કાલે મતગણતરી:જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાના ભાવિનો થશે ફેંસલો
    Next Article
    Bharuch Accident News | અંકલેશ્વરમાં GIDC બસ સ્ટેન્ડ નજીક EVM લઇ જતી બસને નડ્યો અકસ્માત | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment