Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AAP કાર્યકર દેવા મોરબીયાનો રાજુ બોરખતરિયા પર ટિકિટ વેચવાનો આરોપ:કહ્યું, 'પ્રાઇવેટ પેઢી' સમજીને મનમાની કરી રહ્યા છે, ગોપાલ ઈટાલિયાના ગઢમાં AAPના કાર્યકર્તાઓમાં રોષ

    9 hours ago

    ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) માટે જૂનાગઢ જિલ્લામાં મુશ્કેલીઓ વધી રહી હોય તેમ જણાય છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ પક્ષના પાયાના અને વફાદાર કાર્યકરોએ નેતાગીરી સામે બાયો ચડાવી છે. ખાસ કરીને વિસાવદર અને મેંદરડા વિસ્તારના સક્રિય કાર્યકરો દેવા મોરબીયા અને પુરુષોત્તમ વસાણીએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી રાજુ બોરખતરિયા પર ટિકિટોના સોદા કરવાના અને મનસ્વી રીતે ઉમેદવારો નક્કી કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે. દેવા મોરબીયાએ કહ્યું, 'પ્રાઇવેટ પેઢી' સમજીને મનમાની કરી રહ્યા છે, જ્યારે પુરુષોત્તમ વસાણીએ કહ્યું કે, વફાદાર કાર્યકરની અવગણના કરવામાં આવી. ગઈકાલે પણ જુનાગઢ જિલ્લા એસસી સેલના પ્રમુખ ધીરુભાઈ ગોહિલે રાજુ બોર ખતરીયા અને આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. પડતા મૂકીને કોઈ 15મી જ વ્યક્તિને ટિકિટ આપી દેવાતા હોબાળો ​સૌથી વધુ વિવાદ વિસાવદર બેઠક પર જોવા મળી રહ્યો છે, જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો મત વિસ્તાર ગણાય છે. અહીં ઉમેદવારની પસંદગીને લઈ કાર્યકરોમાં ભારે રોષ છે. કાર્યકરોનો આરોપ છે કે, જેમણે પક્ષ માટે લોહી રેડ્યું છે તેવા વફાદાર લોકોની અવગણના કરવામાં આવી છે. જે સીટ પર 14 સક્રિય કાર્યકરોએ ટિકિટ માંગી હતી, તે તમામને પડતા મૂકીને કોઈ 15મી જ વ્યક્તિને ટિકિટ આપી દેવાતા હોબાળો મચ્યો છે. જે વ્યક્તિએ ક્યારેય દાવેદારી પણ નોંધાવી નહોતી તેને પક્ષે ઉમેદવાર બનાવતા કાર્યકરોમાં એવો મેસેજ ગયો છે કે પક્ષમાં સંગઠન કરતા 'સેટિંગ' વધુ ચાલી રહ્યું હોવાના ગંભીર રાક્ષકો કરવામાં આવ્યા છે. 'મન અને ધનથી કામ કર્યું, છતાં અવગણના કરવામાં આવી' ​વર્ષ 2018થી 'આપ' સાથે જોડાયેલા અને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 17માં ચારેય ઉમેદવારોને જીતાડવા માટે મહેનત કરનાર પુરૂષોત્તમભાઈ વસાણીએ જણાવ્યું કે, 'મેં ભૂપત ભાયાણી અને ગોપાલ ઇટાલિયા માટે તન, મન અને ધનથી કામ કર્યું છે. છેલ્લા 10 મહિનાથી મનોજ સોરઠીયાના માર્ગદર્શનમાં સંગઠન મજબૂત કર્યું, છતાં અંતે વફાદાર કાર્યકરની અવગણના કરવામાં આવી.' પુરૂષોત્તમભાઈએ સ્પષ્ટ કર્યું છે કે તેમની નારાજગી આમ આદમી પાર્ટીના સિદ્ધાંતો સામે નથી, પરંતુ જે રીતે ખોટા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા થઈ છે તેની સામે છે. રાજુ બોરખતરિયા ટિકિટો 'વેચી' રહ્યા ​બીજી તરફ, મેંદરડા તાલુકાની આંબળા તાલુકા પંચાયત સીટના સહ-પ્રભારી દેવાભાઈ મોરબીયાએ કહ્યું, રાજુ બોરખતરિયા પક્ષને લોકશાહી ઢબે ચલાવવાને બદલે પોતાની 'પ્રાઇવેટ પેઢી' સમજીને મનમાની કરી રહ્યા છે. દેવાભાઈએ વિડિયોમાં આરોપ લગાવ્યો છે કે રાજુ બોરખતરિયા લાયક ઉમેદવારને ટિકિટ આપવાને બદલે ટિકિટો 'વેચી' રહ્યા છે. તેમણે ચેતવણી આપી છે કે જો પાયાના કાર્યકરોની આ રીતે જ અવગણના થશે તો 2026ની સ્થાનિક ચૂંટણી અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષે અત્યંત ખરાબ પરિણામો ભોગવવા પડશે. પાયાના કાર્યકરોની રજૂઆત સાંભળવામાં નહીં આવતી હોવાનો આરોપ ​આ બંને કાર્યકરોએ પક્ષના પ્રદેશ નેતૃત્વ સામે પોતાની વાત મૂકી છે. ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠીયા અને પ્રવિણ રામને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ આ મામલે તાત્કાલિક દખલગીરી કરે. જો પાયાના કાર્યકરોની રજૂઆત સાંભળવામાં નહીં આવે, તો સંગઠનમાં મોટું ભંગાણ પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં આક્ષેપ કર્યા ​જૂનાગઢમાં જે રીતે આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે, તે જોતા આગામી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સામે લડવાને બદલે આમ આદમી પાર્ટીએ પોતાના જ નારાજ કાર્યકરોને મનાવવામાં વધુ શક્તિ ખર્ચવી પડશે. કાર્યકરોનો સ્પષ્ટ સંદેશ છે કે તેમને પક્ષના પ્રતીક સામે વાંધો નથી, પરંતુ પક્ષમાં ઘૂસી ગયેલી 'વ્યક્તિગત મનમાની' અને 'ભ્રષ્ટ કાર્યપદ્ધતિ' સામે તેમનો જંગ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડિયોએ રાજકીય આલમમાં ચર્ચા જગાવી છે. હવે જોવાનું એ રહે છે કે પક્ષનું મોવડી મંડળ આ વિવાદને કઈ રીતે થાળે પાડે છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાનના ખાર્ગ આઈલેન્ડ પર હુમલો:ડેડલાઈન પૂરી થાય તે પહેલા ઓઈલ ટર્મિનલને નિશાન બનાવ્યું, ઈરાને કહ્યું- અમેરિકાના મિત્રો પર અટેક કરીશું
    Next Article
    Explosions On Strategic Kharg Island, Bridge Hit In Central Iran: Reports

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment