Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાનના ખાર્ગ આઈલેન્ડ પર હુમલો:ડેડલાઈન પૂરી થાય તે પહેલા ઓઈલ ટર્મિનલને નિશાન બનાવ્યું, ઈરાને કહ્યું- અમેરિકાના મિત્રો પર અટેક કરીશું

    1 day ago

    અમેરિકા અને ઈઝરાયલે મંગળવારે ઈરાનના ખાર્ગ આઈલેન્ડ પર હુમલો કર્યો છે. ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, અહીંના ઓઈલ ટર્મિનલને નિશાન બનાવવામાં આવ્યું છે. ઈરાનના અંદાજે 80 થી 90% ક્રૂડ ઓઈલની નિકાસ ખાર્ગ આઈલેન્ડથી થાય છે. અહીં વિશાળ ઓઈલ ટર્મિનલ, પાઈપલાઈન, સ્ટોરેજ ટેન્ક અને જહાજોમાં ઓઈલ ભરવાની સુવિધાઓ હાજર છે. અહીંથી દરરોજ લગભગ 70 લાખ બેરલ સુધીનું ઓઈલ જહાજોમાં ભરી શકાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી કે જો ઈરાન મંગળવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં (અમેરિકી સમય મુજબ) હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખોલે, તો તેના મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવશે. હાલમાં આ ડેડલાઈન પૂરી થવામાં 12 કલાક બાકી છે. બીજી તરફ, ઈરાની સેનાએ કહ્યું છે કે હવે તેઓ ચૂપ બેસી રહેશે નહીં. અમેરિકા અને તેના સાથી દેશોના ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવશે. ટ્રમ્પે ઈરાનને 1 રાતમાં તબાહ કરવાની ધમકી આપી ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનને “એક જ રાતમાં ખતમ કરી શકાય છે.” તેમણે ચેતવણી આપી કે જો ઈરાન નિર્ધારિત સમય પહેલા અમેરિકા સાથે સમજૂતી નહીં કરે, તો કાર્યવાહી ક્યારેય પણ થઈ શકે છે અને તે મંગળવાર રાત્રે પણ થઈ શકે છે. ટ્રમ્પની શરત છે કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને ખોલે. આ તે જ રસ્તો છે, જ્યાંથી દુનિયાના લગભગ 20% તેલનો પુરવઠો પસાર થાય છે. આ માટે તેમણે મંગળવાર રાત્રે 8 વાગ્યે (વોશિંગ્ટન સમય) સુધીની ડેડલાઇન આપી છે, જે ભારતમાં બુધવારે સવારે 5:30 વાગ્યે થાય છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે કહ્યું કે તેમને લાગે છે કે ઇરાનના નેતાઓ વાતચીત તો કરી રહ્યા છે, પરંતુ હજુ એ સ્પષ્ટ નથી કે કોઈ સમજૂતી થશે કે નહીં. બીજી તરફ, ઇરાને અસ્થાયી યુદ્ધવિરામના પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે. તેણે કહ્યું છે કે તે કાયમી સમાધાન ઇચ્છે છે અને તેના પર લાગેલા પ્રતિબંધો હટાવવામાં આવે. ઈરાન યુદ્ધ સંબંધિત વધુ અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Has trust in Kerala’s public health been affected by controversies?
    Next Article
    AAP કાર્યકર દેવા મોરબીયાનો રાજુ બોરખતરિયા પર ટિકિટ વેચવાનો આરોપ:કહ્યું, 'પ્રાઇવેટ પેઢી' સમજીને મનમાની કરી રહ્યા છે, ગોપાલ ઈટાલિયાના ગઢમાં AAPના કાર્યકર્તાઓમાં રોષ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment