Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂની હેરાફેરી ઝડપાઈ:બોરસદના વાસણામાં દારૂ વહેંચાય તે પહેલા સ્થાનિકોએ પકડી પાડયો

    21 hours ago

    બોરસદના વાસણા સ્થિત ઈન્દિરા નગરીમાં ચૂંટણીના અનુસંધાને દારૂ વ્હેંચવામાં આવે તે પહેલાં જ કોંગ્રેસના સમર્થકો સહિત સ્થાનિકોએ દારૂ ઝડપી પાડ્યો હતો. વધુમાં આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસે સ્થળ પર પહોંચી જઈ રીક્ષા અને દારૂ મળી કુલ રૂપિયા 1 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર બોરસદના વાસણા (બો) ધોળીકૂઈમાં 26 વર્ષીય હિતેશકુમાર દિનેશભાઈ પરમાર રહે છે. તાલુકા પંચાયત નિસરાયા સીટ વાસણા (બો) પરથી તેના માતા કુમુદબેન કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડી રહ્યા છે. રવિવારે ચૂંટણી યોજાવવાની હોય ગામની ઈન્દિરાનગરી પાસે તે તેમજ તેના મિત્રો ઉભા હતા અને વાતો કરી રહ્યા હતા. દરમિયાન એ સમયે એક રીક્ષા ત્યાં આવી પહોંચી હતી. જોકે, રીક્ષા આગળ વધે એ પહેલાં જ રીક્ષામાં એક ક્વાર્ટર પડ્યું હતું. જેને પગલે રીક્ષામાં સવાર ત્રણ શખસો રીક્ષાને બિનવારસી મુકી ભાગી ગયા હતા. રીક્ષામાં યુવક તેમજ તેના મિત્રોએ તપાસ કરતા 65 ક્વાર્ટર મળ્યા હતા. જ્યારે રીક્ષામાંથી ભાગેલા શખસમાં સમીર ગોપાલ ઠાકોર, દિપક ત્રિકમ ઠાકોર અને જેની માતા ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડી રહી છે તે ભરત ત્રિકમ ઠાકોર ભાગી ગયા હતા. આ અંગેની જાણ યુવકે તુરંત જ પોલીસમાં કરતા પોલીસની ટીમ દોડી આવી હતી અને ત્રણેય ફરાર થયેલા શખસ વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી રીક્ષા સહિત રૂપિયા 1 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    હુમલો:આસોદરમાં કીટનું વિતરણ થાય છે કે કેમ તે જોવા ગયેલા 2 યુવક પર હુમલો
    Next Article
    ગરમીએ લીધો જીવ:સાંસેદમાં બુથ પર ફરજ બજાવતા સેવકનું હ્રદયરોગના હુમલાથી મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment