Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવવધૂઓએ લોકશાહીની ફરજ અદા કરી:સોળ શણગાર સજીને ભવ્યાબેન તથા ડોલરીયામાં મંગળ ફેરા પહેલાં વનિતાબેને મતદાન કર્યુ

    10 hours ago

    દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ છે. ત્યારે લોકશાહી પ્રત્યેની જાગૃતિના 2 અદભૂત કિસ્સાઓ સામે આવ્યા છે. રવિવારે જ્યારે મંડપમાં મંગળ ગીતો ગવાઈ રહ્યા હતા, ત્યારે 2 નવવધૂઓએ લગ્નની વિધિઓ વચ્ચે સમય કાઢીને મતદાન કરી સાચા અર્થમાં નાગરિક હોવાની ફરજ અદા કરી છે. દાહોદના મંડાવાવ રોડ પર રહેતા ભવ્યાબેન પંચાલના ઘરે લગ્નનો રૂડો અવસર આવ્યો છે. રવિવારે જ તેમના ઘરે ગણેશ સ્થાપનાની વિધિ સંપન્ન થઈ હતી. ગણેશ સ્થાપનાની વિધી પૂર્ણ થયા બાદ લગ્નના માહોલ વચ્ચે ભવ્યાબેને નક્કી કર્યું હતું કે તેઓ લગ્નગ્રંથિમાં જોડાય તે પહેલાં દેશના હિત માટે પોતાનો કિંમતી મત આપશે. સોળ શણગાર સજીને, હાથમાં મહેંદી અને લગ્નના પરંપરાગત પોશાકમાં જ્યારે તેઓ મતદાન મથકે પહોંચ્યા ત્યારે ઉપસ્થિત સૌ કોઈ તેમની લોકશાહી પ્રત્યેની નિષ્ઠા જોઈને પ્રભાવિત થયા હતા. આવો જ પ્રેરણાદાયી કિસ્સો ધાનપુર તાલુકાના ડોલરીયા ગામે પણ જોવા મળ્યો હતો. અહીંના રહેવાસી વનિતાબેન કમલેશભાઈ બીલવાલના આંગણે લગ્નની ધૂમ હતી. ઘરમાં મહેમાનોની ચહલ-પહલ અને લગ્નની વિધિઓનો ધમધમાટ હતો. પરંતુ વનિતાબેને મંગળ ફેરા લેતા પહેલાં મતદાન કરવાનું પસંદ કર્યું હતું. લગ્નના પોશાકમાં જ તેઓ ડોલરીયા પ્રાથમિક શાળા ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વરધી ગામે વિરોધનો સૂર:‘પહેલાં શાળાના ઓરડા, પછી વોટ’ના નારા સાથે વરધીમાં મતદાન બહિષ્કાર
    Next Article
    ‘સર’ની અસર:મતદારો ઘટ્યા છતાં ટકાવારી વધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment