Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘સર’ની અસર:મતદારો ઘટ્યા છતાં ટકાવારી વધી

    12 hours ago

    પંચમહાલ અને દાહોદ અને મહિસાગર જિલ્લામાં રવિવારે સ્થાનિક સ્વરાજ્યની યોજાયેલી ચૂંટણી શાંતીપુર્ણ રીતે સંપન્ન થઇ હતી. જોકે એસઆઇઆરની કામગીરીમાં પંચમહાલ માં 94 ,000 મતદારો ઘટ્યા હતાં છતાં 6 ટકા મતદાનમાં ઉછાળો આવ્યો હતો. જયારે દાહોદ જિલ્લામાં પણ 2021ની સરખામણીમાં 2026માં 2.70 લાખ મતદારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. છતાં 3.56 ટકા મતદાનમાં વધારો નો઼ધાયો હતો. દાહોદ જિલ્લામાં વર્ષ 2021માં જ્યારે 50 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી ત્યારે દાહોદમાં કુલ 16,11,624 નોંધાયેલા મતદારો હતા. આ યાદીમાં 8,07,410 પુરુષો અને 8,04,211 મહિલાઓનો સમાવેશ થતો હતો અને તે સમયે સરેરાશ મતદાન 61.91% નોંધાયું હતું. પાંચ વર્ષ બાદ 2026માં જ્યારે ફરી ચૂંટણીનો જંગ ખેલાયો, ત્યારે સીમાંકન અને SIRની કામગીરી બાદ કુલ મતદારોનો આંકડો ઘટીને 13,41,535 પર આવી ગયો છે. આમ, પાંચ વર્ષના ગાળામાં કુલ 2,70,089 મતદારોના નામ યાદીમાંથી ઓછા થયા છે. પંચમહાલ જિલ્લા પંચાયત ગત ચુંટણીના 8,94,178 મતદારોએ મતદાન કરતા 63 ટકા મતદાન નોંધાયુ હતું.ત્યાર એસઆરઆઇ ની પ્રક્રિયા બાદ 8,00,203 મતદારો રહ્યા હતાં. એટલે 94 હજાર મતદારો ઘટીને કુલ 8 લાખ મતદારો વર્ષ 2026 ની ચુંટણીમાં ભાગ લીધો હતો. જેમાં 69 ટકા મતદાન થયું છે. એસઆઇઆરમાં મતદારો ધટવાની સાથ ગરમી હોવા છતાં જિલ્લામાં મતદાનનો આંકડામાં વધારો થયો છે. ગોધરા શહેરમાં 43‎ડિગ્રી તાપમાન વચ્ચે‎મતદાનનો ઉત્સાહ વધ્યો‎ ગોધરા પાલિકાની ચુંટણીમાં નવા ચહેરાઓ બાજી મારી જાય તેવા સમીકરણ બન્યા છે. પાલીકાના 11 વોર્ડની 44 બેઠકોમાંથી 4 બેઠકો બીનહરીફ થઇ છે. 40 બેઠકની ચુંટણીમાં પુર્વની 24 બેઠક અને પશ્ચિમની 16 બેઠકો મળીને 63 ટકા મતદાન નોંધાયું છે. સવારે મતદારો મત આપ્યા બાદ દિવસભર ઉત્સાહ નહિવત જોવા મળ્યો હતો. 43 ડીગ્રી તાપમાન હોવા છતાં મતદાન પર અસર જોવા મળી ન હતી.તેમજ મતદાનના દિવસે લગ્ન હોવા છતાં ફરજ સમજીને વરવધુ મતદાન કરવા આવ્યા હતા.ગોધરાના વ્હોરવાડ વિસ્તારના બુથમાં ઇવીએમ મશીનલ સતત 10 વખત ખોરવાતા અડધો કલાક મતદાનનો સમય વધાર્યો હતો. ગોધરા પાલિકાના પૂર્વ વિસ્તારના 7 વોર્ડમાં ચુંટણી પરિણામમાં ઉલટફેર થઇ શકે છે. જયારે 4 વોર્ડમાં જુનાજોગીને બદલે નવા ચહેરા જોવા મળી શકે છે.સાંજે પાંચ વાગ્યા પછી મતદારોનો ધસારો વધતા મતદાનમાં વધારો થયો હતો. દાહોદમાં 42.2 ડિગ્રીની ‘હીટવેવ’ છતાં‎પાલિકાના મતદાનમાં 7.04% નો ઉછાળો‎ દાહોદ નગરપાલિકાના જંગમાં રવિવારે 42.2 ડિગ્રીની પ્રચંડ ગરમી છતાં દાહોદના મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. વર્ષ 2021માં નગરપાલિકાની ચૂંટણીમાં 58.03% મતદાન નોંધાયું હતું. જેની સામે આ વખતે રવિવારે મતદાનની સરેરાશ ટકાવારી ઉંચકાઈને 65.07% પર પહોંચી ટકાવારીમાં અંદાજે 7.04% જેટલો માતબર વધારો થયો છે. દાહોદમાં રવિવારે પારો 42.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાં ભેજનું પ્રમાણ ઘટતા આખો દિવસ હીટવેવ જેવી સ્થિતિ રહી હતી. સવારે 7 વાગ્યાથી મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. બપોરે 12 થી 4 વચ્ચે મતદાન ધીમુ પડ્યુ હતું. જે સાંજે પુન: જોર પકડ્યુ હતું. દાહોદમાં ગરમીના પારા સાથે મતદાનની ટકાવારી
    Click here to Read More
    Previous Article
    નવવધૂઓએ લોકશાહીની ફરજ અદા કરી:સોળ શણગાર સજીને ભવ્યાબેન તથા ડોલરીયામાં મંગળ ફેરા પહેલાં વનિતાબેને મતદાન કર્યુ
    Next Article
    અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવાર સહિત ચાર સામે FIR:મતદાન મથક પર ભાજપના કાર્યકર્તાને માર મારતા આંખમા ઈજા, નિકુલસિંહે ધમકી આપી- ‘હું તને જોઈ લઈશ’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment