Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરધી ગામે વિરોધનો સૂર:‘પહેલાં શાળાના ઓરડા, પછી વોટ’ના નારા સાથે વરધીમાં મતદાન બહિષ્કાર

    8 hours ago

    તેજગઢના વરધી ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દિવસે અસાધારણ શાંતિ છવાયેલી હતી. પોલિંગ બૂથ પર કોઇ લાઇન નહોતી, કોઇ અવાજ નહોતો અને મતદાનનો દર 0% જ રહ્યો હતો. સવારથી બપોર સુધી ગામના લોકોએ એક પણ વોટ નહોતો પાડ્યો. તેમનો સ્પષ્ટ અને અડગ સંદેશ હતો કે ‘પહેલાં શાળાના ચાર ઓરડા બનાવો, પછી અમે મત આપીશું.’ આ જોઇને તંત્ર સફાળુ જાગ્યું હતું અને સાથે નેતાઓને પણ દોડતા કર્યા હતા. અંતે સમજાટથી થોડી અસર થઇ અને અધિકારીઓએ લેખિતમાં બાંહેધરી પત્ર આપ્યું. વરધી ગામની પ્રાથમિક શાળામાં બાળકોને બેસવા માટે પણ પર્યાપ્ત જગ્યા નથી. છેલ્લા ચાર વર્ષથી ચાર નવા ક્લાસરૂમનું નિર્માણ મંજૂર થયેલું છે, પરંતુ હજુ સુધી એક પણ ઈંટ ચડી નથી. આ બેદરકારીને કારણે બાળકોના શિક્ષણને અસર થઈ રહી છે. વારંવાર રજૂઆત છતાં કામ નહીં થતા લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો. જોકે બાંહેધરી મળતા બપોરે મતદાન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Daily Briefing: Iran moves to reopen Hormuz as talks remain uncertain
    Next Article
    નવવધૂઓએ લોકશાહીની ફરજ અદા કરી:સોળ શણગાર સજીને ભવ્યાબેન તથા ડોલરીયામાં મંગળ ફેરા પહેલાં વનિતાબેને મતદાન કર્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment