Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંભીર અકસ્માત સર્જાયો:ખેડબ્રહ્માના ખરણીયા પાસે ઇકોની ટક્કરે બાઇક સવારનું મોત નીપજ્યું

    4 days ago

    ખેડબ્રહ્મા તાલુકામાં આવેલા ખરણીયા ગામની સીમમાં શનિવારે સાંજે પૂરઝડપે આવી રહેલી એક ઇકોએ બાઇકને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે.​ અકસ્માત સર્જ્યા બાદ ઇકો ગાડીનો ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો આ મામલેખેરોજ પોલીસ સ્ટેશનમાં ઇકોના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ​મળતી માહિતી મુજબ, દેમતી ગામના વતની દિનેશભાઈ ફોજાભાઈ પરમાર (39 વર્ષ) અને તેમના કાકાનો દીકરો બાબુભાઈ નાથાભાઈ પરમાર દરામલી મુકામે ખેતરમાં મજૂરી કામ પતાવીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે સાંજના આશરે પોણા પાંચ વાગ્યાના સુમારે, ખેરોજથી લાંબડીયા તરફ આવતાં રોડ પર ખરણીયા ગામની સીમમાં સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી ઇકો નંબર GJ.02.CL.3165ના ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ​ આ અકસ્માતમાં દિનેશભાઈ ફોજાભાઈ પરમારને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પાછળ બેઠેલા બાબુભાઈ નાથાભાઈ પરમારને પણ નાની-મોટી ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે લાંબડીયા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ​અકસ્માત સર્જ્યા બાદ ઇકો ગાડીનો ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો. આ મામલે મૃતકના ભાઈ અને ફરિયાદી રમેશભાઈ ફોજાભાઈ પરમારે ખેરોજ પોલીસ સ્ટેશનમાં ઇકોના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.ઘટનાને લઇ ચકચાર મચી હતી.
    Click here to Read More
    Previous Article
    મેડિકલ ટીમોની સરાહનીય કામગીરી:જિલ્લામાં ચૂંટણી દરમિયાન ખડેપગે રહેલી 1728 મેડિકલ ટીમોએ 92640 મતદારોની સારવાર કરી
    Next Article
    LCBની કાર્યવાહી:મોડાસાના શીણાવાડ પાસે ક્રિકેટ સટ્ટો રમતાં બે ઝબ્બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment