Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેડિકલ ટીમોની સરાહનીય કામગીરી:જિલ્લામાં ચૂંટણી દરમિયાન ખડેપગે રહેલી 1728 મેડિકલ ટીમોએ 92640 મતદારોની સારવાર કરી

    4 days ago

    જિલ્લામાં રવિવારના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન વધુ પડતી ગરમીને કારણે આરોગ્યને લગતી કોઈ તકલીફ ન થાય તે માટે જિલ્લામાં સૌપ્રથમવાર મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એસ. કે. પ્રજાપતિ તેમજ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જશવંત કે. જેગોડા દ્વારા 1728 જેટલા મતદાન મથકો ઉપર મેડિકલ ટીમો મૂકવામાં આવી હતી આ મેડિકલ ટીમો દ્વારા મતદાન દરમિયાન મતદારો અને તેમની સાથે આવેલા નાગરિકો સહિત 92640 જેટલા લોકોએ આ સેવાઓનો લાભ મેળવ્યો હતો. જેમાં સૌથી વધારે મહેસાણા તાલુકામાં 26820 લોકો એ લાભ લીધો હતો, જ્યારે વિસનગરમાં 17699 અને કડી તાલુકામાં 14822 લોકોએ આ સુવિધાઓનો ઉપયોગ કર્યો હતો. મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં પણ 17826 નાગરિકોને જરૂરી આરોગ્યલક્ષી સહાય પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત બેચરાજી, ખેરાલુ અને સતલાસણા જેવા તાલુકાઓમાં પણ આજ આજ રીતે લોકોએ તબીબી સેવાનો લાભ લીધો હતો સમગ્ર જિલ્લામાં કુલ 6830 વ્યક્તિઓને મતદાન મથકો કે તેની આસપાસના નિર્ધારિત સ્થળો પર જ જરૂરી સારવાર આપવામાં આવી હતી. જેમાં મહેસાણા તાલુકામાં 2010 અને કડી તાલુકામાં 2183 વ્યક્તિઓને સ્થળ પર સારવાર મળતા મોટી રાહત થઈ હતી. વડનગર, જોટાણા અને ઊંઝા જેવા વિસ્તારોમાં પણ આરોગ્ય ટીમો સતર્ક રહી હતી.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં 1814 વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે ગીતાના પાઠ ભણે છે
    Next Article
    ગંભીર અકસ્માત સર્જાયો:ખેડબ્રહ્માના ખરણીયા પાસે ઇકોની ટક્કરે બાઇક સવારનું મોત નીપજ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment