Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં 1814 વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે ગીતાના પાઠ ભણે છે

    4 days ago

    આજના સ્પર્ધાત્મક યુગમાં જ્યારે યુવાનો માત્ર ગુણ અને ડિગ્રીની દોડમાં છે, ત્યારે ઉત્તર ગુજરાતના શૈક્ષણિકધામમાં એક સકારાત્મક પરિવર્તનનો પવન ફૂંકાયો છે. નવી શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રથમવાર સ્નાતક (UG) અભ્યાસક્રમમાં ''વેલ્યુ એડેડ કોર્સ'' તરીકે ''શ્રીમદ્ ભગવદ્ ગીતા''નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે, જેમાં 1814 જેટલા વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રીતે આ વિષય પસંદ કરીને સાબિત કર્યું છે કે આધુનિક પેઢી ભારતીય મૂલ્યો અને વારસા સાથે જોડાવા આતુર છે. નવી શિક્ષણ નીતિ માત્ર વ્યાવસાયિક કૌશલ્ય જ નહીં, પરંતુ માનવીય મૂલ્યોના સિંચન પર ભાર મૂકે છે. વિદ્યાર્થીઓ હવે વર્ગખંડમાં માત્ર ટેકનિકલ વિષયો જ નહીં, પરંતુ કુરુક્ષેત્રની રણભૂમિમાં શ્રીકૃષ્ણએ અર્જુનને આપેલા કર્તવ્ય અને નિષ્કામ કર્મનો સંદેશ પણ ભણી રહ્યા છે. આ માત્ર ધાર્મિક અભ્યાસ નથી, પરંતુ મેનેજમેન્ટ, લાઈફ સ્કિલ્સ અને મક્કમ નિર્ણયશક્તિ કેળવવાનો એક નવતર શૈક્ષણિક પ્રયોગ છે. યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલા પ્રોપર સિલેબસ મુજબ આંતરિક પરીક્ષાઓ પણ લેવામાં આવી રહી છે, જે શૈક્ષણિક જગતમાં એક નવી દિશા ચીંધે છે. પાટણમાં એફ વાયમાં ભણતી પ્રિયા પ્રજાપતિએ જણાવ્યુ હતુ કે અત્યાર સુધી અમે માત્ર પુસ્તકીયું જ્ઞાન મેળવતા હતા, પણ ગીતાના અભ્યાસથી મુશ્કેલીઓ સામે લડવાની નવી દ્રષ્ટિ મળી છે. કૃષ્ણના ઉપદેશોથી મન શાંત રહે છે અને એકાગ્રતા વધી છે. મને ગર્વ છે કે ડિગ્રીની સાથે મને અમારી ભવ્ય પરંપરા અને સાચું જીવન જીવવાની કળા શીખવા મળી છે. ડિગ્રી સાથે ગીતાનું જ્ઞાનએ લાઈફ મેનેજમેન્ટની ચાવી‎ ગીતાના બીજા અધ્યાયના ''સ્થિતપ્રજ્ઞ'' લક્ષણો યુવાનોને સ્ટ્રેસ મેનેજમેન્ટ શીખવે છે. અર્જુન-કૃષ્ણ સંવાદ દ્વારા વિદ્યાર્થીઓમાં કરિયર પ્રત્યેની દ્વિધા દૂર થઈ નિર્ણયશક્તિ ખીલે છે. ''કર્મયોગ''નો સિદ્ધાંત તેમને પરિણામની ચિંતા છોડી લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતા શીખવે છે. આ કોર્સ માત્ર પરીક્ષા નથી, પરંતુ આજના કોમ્પિટિટિવ યુગમાં છાત્રોને માનસિક સંતુલન, નૈતિક મૂલ્યો અને આત્મવિશ્વાસ પૂરો પાડતું શ્રેષ્ઠ માધ્યમ છે"- ડૉ. કે.સી. પોરિયા (કુલપતિ, HNGU, પાટણ) પરીક્ષાના બહાને છાત્રો‎કરી રહ્યા છે ગહન વાંચન‎ આ કોર્સમાં વિદ્યાર્થીઓને મહર્ષિ વેદ વ્યાસનું પ્રદાન, ગીતાના પ્રમુખ અધ્યાયોનું તાર્કિક વિશ્લેષણ અને વર્તમાન જીવનમાં તેની પ્રસ્તુતતા વિશે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવે છે. અભ્યાસની ગંભીરતા જળવાય તે માટે 25 ગુણની પ્રશ્નાવલી તૈયાર કરી પરીક્ષા લેવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓ ગીતાના શ્લોકોનો ભાવાર્થ અને પ્રસંગોનું ઊંડાણપૂર્વક વાંચન કરી રહ્યા છે. માત્ર પાસ થવા માટે નહીં, પણ જ્ઞાન મેળવવા માટે યુવાનો ગીતાનું અધ્યયન કરી રહ્યા છે...
    Click here to Read More
    Previous Article
    ઘરફોડ ચોરીનો બનાવ:પરિવાર પ્રસંગમાં ગયો અને તસ્કરો ઘરમાંથી 3.64 લાખની મત્તા ચોરી છૂ
    Next Article
    મેડિકલ ટીમોની સરાહનીય કામગીરી:જિલ્લામાં ચૂંટણી દરમિયાન ખડેપગે રહેલી 1728 મેડિકલ ટીમોએ 92640 મતદારોની સારવાર કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment