Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરફોડ ચોરીનો બનાવ:પરિવાર પ્રસંગમાં ગયો અને તસ્કરો ઘરમાંથી 3.64 લાખની મત્તા ચોરી છૂ

    4 days ago

    અમીરગઢ તાલુકાના ચેખલા ગામના જુના ફાટક નજીક રહેતા નીતીનભાઈ વિરાભાઈ પટેલ માતા-પિતા અને પત્ની સાથે સલ્લા ગામે સામાજિક પ્રસંગે ગયા હતા. જ્યારે નીતીનભાઈ પોતે 25 એપ્રિલે બપોરે 12:30 વાગ્યે ખેડૂત સહાયનું ફોર્મ ભરવા ઇકબાલગઢ ગયા હતા. આ દરમિયાન ઘર બંધ હતું, જેનો લાભ લઈ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. બપોરે આશરે 3:15 વાગ્યે પરત ફરતાં ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. અંદર પ્રવેશતા તિજોરીઓ ખુલ્લી અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તસ્કરો બે રૂમના તાળાં તોડી અંદર ઘુસ્યા હતા.અને બટાકાના પાકના વેચાણની રૂ.3,59,000 રોકડ રકમ અને આશરે 50 ગ્રામ વજનના ચાંદીના દાગીના સહિત રૂ. 3,64,000ની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેથી નીતીનભાઈએ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- ઈરાન પાસે બહુ ઓછો સમય બાકી છે:3 દિવસમાં સીઝફાયરની શરત નહીં માને તો ઓઈલ પાઈપલાઈન બ્લાસ્ટ કરી દેવાશે
    Next Article
    મંડે પોઝિટીવ:ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં 1814 વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે ગીતાના પાઠ ભણે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment