Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોપીની કરાઈ પાસા હેઠળ અટકાયત:વારંવાર ગુન્હામાં સંડોવાયેલા અસામાજિકતત્વ પાસામાં અટક

    12 hours ago

    પોરબંદરમાં મારામારી અને ધાક ધમકી સહિત વારંવાર ગુન્હામાં સંડોવાયેલ શખ્સને પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જીલ્લામાં આવારા અસામાજીક તત્વો વિરૂધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા સુચના આપવામાં આવેલ. જે અનુસંધાને ડીવાયએસપી ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ કિર્તીમંદિર પોલીસ મથક અને કમલાબાગ પોલીસ મથકે નોંધાયેલ ખુન, મારકુટ જેવા શરીર સંબંધી ગુન્હાઓ તેમજ ધાક ધમકીઓના ગુન્હામાં સંડોવાયેલ ખારવાવાડ ભાટિયા બજારમાં રહેતો આરોપી આશિષ ઉર્ફે ટકો કિશોર મસાણી વિરૂધ્ધમાં પીઆઈ કે.વી.પરમારએ પાસા દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ આરોપીને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલસીબી પીઆઈ આર.કે.કાંબરીયાએ આ આરોપીને પાસા વોરંટની બજવણી કરી સુરત જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભેજ 62 % પહોંચતાં ઉકળાટથી જનજીવન પર અસર‎:પોરબંદરમાં તાપમાન 39.1 ડિગ્રી સાથે કાળઝાળ ગરમીનો પ્રહાર
    Next Article
    'રાઘવ ચઢ્ઢાએ આવું નહોતું કરવું, Gen Zને ખૂબ ભરોસો હતો':'આ નિર્ણય તો મને ગમ્યો છે,' રાજ્યસભા MPના ભાજપમાં જોડાવાને લઈ Gen Zમાં બે ફાડિયા, જાણો શું શું કહ્યું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment