Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભેજ 62 % પહોંચતાં ઉકળાટથી જનજીવન પર અસર‎:પોરબંદરમાં તાપમાન 39.1 ડિગ્રી સાથે કાળઝાળ ગરમીનો પ્રહાર

    4 days ago

    પોરબંદરમાં ઉનાળાએ હવે પોતાની અસલી અસર બતાવવાનું શરૂ કરી દીધું છે. રવિવારે શહેરમાં મહત્તમ તાપમાન 3.1 ડિગ્રી વધીને 39.1 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન પણ 1.9 ડિગ્રી વધીને 24.9 ડિગ્રી નોંધાયું હતું. સાથે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 11 ટકા વધીને 62 ટકા સુધી પહોંચતાં લોકોમાં ઉકળાટનો અહેસાસ વધ્યો હતો. બપોરના સમયમાં રસ્તાઓ પણ સુમસાન જેવો માહોલ જોવા મળ્યો હતો. તાપમાનના પ્રચંડ પ્રભાવને કારણે લોકો જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ચોપાટી, જાહેર સ્થળોએ સામાન્ય દિવસોની સરખામણીએ ઓછો જમાવડો જોવા મળ્યો હતો. ગરમી અને ભેજના કારણે હીટવેવ વધતાં શરીરે અનુભવાતી ગરમી વધુ તીવ્ર બની ગઈ છે. બપોર બાદ ગ્રાહકોની અવરજવર ઘટી ગઈ હતી, જ્યારે ઠંડા પીણાં, છાસ અને આઇસ્ક્રીમની માંગમાં નોંધપાત્ર વધારો થયો હતો. બપોરના સમયે મુખ્યમાર્ગો પર જ્યાં સામાન્ય દિવસોમાં વાહનોની કતારો જોવા મળતી હોય છે ત્યાં આકરા તાપનો કારણે માર્ગો સૂમસામ બન્યા હતા. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ તાપમાન ઊંચું જ રહેવાની શક્યતા છે, જેના કારણે ગરમીનો પ્રભાવ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દોઢ માસ બાદ મહતમ તાપમાન 39.1 ડિગ્રી નોંધાયું ઉલ્લેખનીય છે કે ઉનાળાની શરૂઆતમાં જ હીટવેવની આગાહીને પગલે તા.11ના રોજ મહતમ તાપમાન 40.9 ડિગ્રી નોંધાયું હતું અને બાદમાં મહતમ તાપમાન નીચું આવ્યું હતું જ્યારે 45 દિવસ બાદ આજે રવિવારે મહતમ તાપમાન 39.1 ડિગ્રી નોંધાયું છે, જે 45 દિવસ બાદ સૌથી ઊંચું મહતમ તાપમાન નોંધાયું છે.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:પોરબંદરમાં મુંબઇના કાપડના વેપારીઓએ સ્વખર્ચે બનાવેલી 110 વર્ષથી જૂની " સ્ટેશન ધર્મશાળા' જીવંત
    Next Article
    આરોપીની કરાઈ પાસા હેઠળ અટકાયત:વારંવાર ગુન્હામાં સંડોવાયેલા અસામાજિકતત્વ પાસામાં અટક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment