Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોલાચાલી થતાં હુમલો કરાયો:વસ્ત્રાલમાં ઝઘડો થતાં બાઇકની તોડફોડ કરી યુવકને માર માર્યો

    11 hours ago

    વસ્ત્રાલ સંતોષીનગર વિસ્તારમાં યુવકની બાઇકમાં તોડફોડ કર્યા બાદ આરોપીએ મિત્ર સાથે મળી યુવકને માર્યો હતો તેમજ વધુ 2 વાહનમાં નુકસાન પહોંચાડી ફરાર થઈ ગયો હતો. આ મામલે ઈજાગ્રસ્ત યુવકે ફરિયાદ નોંધાવતાં રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સંતોષીનગર સોસાયટીમાં રહેતો 24 વર્ષીય વિજય ખટીક પ્લાસ્ટિકનો વેપાર કરે છે. શનિવારે વિજયના ફોઈના દીકરા રાહુલ અને બ્રિજેશ યાદવ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ ઝઘડાનો રંજ રાખીને બ્રિજેશે વિજયની બાઈકમાં તોડફોડ કરી હતી. આ અંગે વિજયે બ્રિજેશને ફોન કરીને ઠપકો આપતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. બાદમાં બ્રિજેશ તેના એક મિત્ર સાથે વિજયને મળવા પહોંચ્યો હતો. અહીં ફરી બોલાચાલી ઉગ્ર બનતાં બંને આરોપીઓએ મળીને વિજયને બેફામ માર માર્યો હતો. સાથે જ નજીકમાં પાર્ક કરેલી વધુ બે એક્ટિવા સ્કૂટરમાં પણ તોડફોડ કરી હતી. બુમાબૂમ થતાં લોકો એકત્ર થઈ ગયા હતા અને વિજયનો સંબંધી પણ ત્યાં આવી પહોંચ્યો હતો. લોકો ભેગા થતાં જ આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત વિજયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે વિજયે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બ્રિજેશ યાદવ અને તેના સાગરિત વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઘાતકી હત્યા:જમાલપુરમાં નમાજ પઢીને બહાર આવેલા વૃદ્ધની હત્યા
    Next Article
    ભરતી ન્યૂઝ:SSC: 731 સ્ટેનોગ્રાફરની ભરતી કરશે, પગાર રૂ. 1.42 લાખ સુધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment