Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરતી ન્યૂઝ:SSC: 731 સ્ટેનોગ્રાફરની ભરતી કરશે, પગાર રૂ. 1.42 લાખ સુધી

    9 hours ago

    કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં સરકારી નોકરી મેળવવા માટેની તક પૂરી પાડતા સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા સ્ટેનોગ્રાફર ગ્રેડ ‘C’ અને ‘D’ની 731 ખાલી જગ્યા ભરવા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત પસંદગી પામનારા ઉમેદવારોને પે-લેવલ મુજબ મહત્તમ રુ .1. 42 લાખ સુધીનો માસિક પગાર મળવાપાત્ર થશે. જે ઉમેદવારોએ ધોરણ-12 પાસ કર્યું હોય અને સ્ટેનોગ્રાફીનું કૌશલ્ય ધરાવતા હોય તેઓ 15 મે સુધી ssc.gov.in પર ઓનલાઇન અરજી કરી શકશે. આ રીતે થશે પસંદગી સૌપ્રથમ 200 ગુણની લેખિત પરીક્ષા લેવાશે, જેમાં રીઝનિંગ, જનરલ અવેરનેસ અને અંગ્રેજીના પ્રશ્નો પૂછાશે. તેમાં ક્વોલિફાય થનારનો શોર્ટહેન્ડ ટેસ્ટ લેવાશે. જેમાં ગ્રેડ-C માટે 100 wpm અને ગ્રેડ-D માટે 80 wpmની ગતિ ફરજિયાત છે. બંને તબક્કા સફળતાથી પાસ કરનારના અસલ દસ્તાવેજોની ચકાસણી કરાશે.અંતિમ પસંદગી લેખિત પરીક્ષામાં મળેલા ગુણના આધારે તૈયાર કરાયેલા મેરિટ લિસ્ટ મુજબ થશે. આ રીતે અરજી કરી શકાશે •ssc.gov.in પર જઈ ‘One Time Registration’(OTR) પૂર્ણ કરવાનું રહેશે •રજીસ્ટ્રેશન આઈડી-પાસવર્ડથી લોગઇન કરી ‘Stenographer Grade C D Examination 2026’ લિંક પર ક્લિક કરો. •ફોર્મ ભરતી વખતે કમ્પ્યુટર કે મોબાઈલના વેબકેમથી લાઇવ ફોટો કેપ્ચર કરવાનો રહેશે અને નિર્ધારિત સાઈઝમાં સહી અપલોડ કરવાની રહેશે •જરૂરી વિગતો ભર્યા બાદ રૂ.100 ફી યુપીઆઈ કે નેટ બેન્કિંગથી ભરવાની રહેશે. મહિલા અને અનામત વર્ગ માટે ફી માફ છે.
    Click here to Read More
    Previous Article
    બોલાચાલી થતાં હુમલો કરાયો:વસ્ત્રાલમાં ઝઘડો થતાં બાઇકની તોડફોડ કરી યુવકને માર માર્યો
    Next Article
    8th Pay Commission: Govt Teachers' Body Expects Rs 50,000 Basic Wage, Annual Increments

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment