Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘાતકી હત્યા:જમાલપુરમાં નમાજ પઢીને બહાર આવેલા વૃદ્ધની હત્યા

    12 hours ago

    જમાલપુરમાં રહેતા 2 પરિવારના સભ્યો વચ્ચે 3-4 મહિનાથી ચાલી રહેલી તકરારમાં દંપતી અને દીકરાએ મળીને પિતા-પુત્ર પર હથિયારોથી હુમલો કર્યો હતો. સાંજના સમયે વૃદ્ધ નમાજ પઢીને મસ્જિદમાંથી બહાર આવ્યા તે સાથે જ ત્રણેય જણા તેમના પર તૂટી પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું મૃત્યુ થયું હતું. વાહન અથડાવવા બાબતે બંને પરિવાર વચ્ચે ઝગડો થયો હોવાનું પરિવારના સભ્યોનું કહેવુ છે. જ્યારે ખરેખર ઝગડા પાછળનું કારણ આડા સબંધ હોવાનું પોલીસનું કહેવુ છે. મકીયાપીર મસ્જિદની બાજુમાં આવેલી તાનગરવાડમાં રહેતા જરગુલખાન પઠાણ (35)ને દોઢ મહિના પહેલાં જરગુલખાન અને સલીમખાન પઠાણ વચ્ચે વાહન અથડાવા બાબતે ઝગડો થયો હતો. ત્યાર બાદ 15 દિવસ પહેલાં સલીમખાનનો ભાઈ માજીદખાન જરગુલખાન પાસે આવ્યો હતો અને ‘અહીંયાં રહેવું હોય તો શાંતિથી રહેવું’ની ધમકી આપતાં બંને વચ્ચે પણ ઝગડો થયો હતો. શનિવારે સાંજે જરગુલખાનના પિતા મહેબુબખાન ગફુરખાન પઠાણ નમાજ પઢીને મસ્જિદમાંથી બહાર આવ્યા ત્યારે સલીમખાન પઠાણ તેના પિતા ઈકબાલખાન ઉર્ફે મચ્છી પઠાણ અને માતા હનીફાએ પાઈપથી હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જરગુલખાન ત્યાં પહોંચતાં તેમની ઉપર પણ હુમલો કર્યો હતો, જેમાં મહેબુબખાનને માથામાં લોખંડની પાઈપના ફટકા વાગવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
    Click here to Read More
    Previous Article
    રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયો:અમદાવાદના ઇતિહાસમાં એપ્રિલમાં ત્રીજી વાર રેકોર્ડબ્રેક 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું
    Next Article
    બોલાચાલી થતાં હુમલો કરાયો:વસ્ત્રાલમાં ઝઘડો થતાં બાઇકની તોડફોડ કરી યુવકને માર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment