Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નમકીનના ગોડાઉન, કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:ક્રાઇમ બ્રાન્ચે ગોડાઉન માલિક સહિત ચારની ધરપકડ કરી,રૂપિયા 4.48 લાખનો મુદ્દામાલ જપ્ત

    6 days ago

    ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ સીટી વિસ્તારમાં મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, ઘોઘારોડ અખીલેશ સર્કલ પાસે, નટરાજ ફાર્મની બાજુમાં આવેલા 'ગોપાલ નમકીન'ના ગોડાઉન પાસે એક નંબર પ્લેટ વગરની આઈ-20 (i-20) કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. આ ચોક્કસ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક દરોડો પાડીને દારૂના જથ્થા સાથે ચાર શખસની ધરપકડ કરી હતી. વિદેશી દારૂની 180 MLની 1440 બોટલ મળી મળતી માહિતી પ્રમાણે નટરાજ ફાર્મની બાજુમાં આવેલા 'ગોપાલ નમકીન'ના ગોડાઉન પર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે ઘટનાસ્થળે કારમાંથી ગોડાઉનમાં દારૂ છુપાવી રહેલા ચાર શખસોને રંગેહાથ ઝડપી લીધા હતા. ગોડાઉન અને કારમાં તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીઓમાંથી જુદી-જુદી બ્રાન્ડના વિદેશી દારૂના 180 એમએલની 1,440 બોટલ (કિંમત રૂ. 1,48,800) મળી આવી હતી. પોલીસે દારૂના આ જથ્થા સહિત રૂ. 3 લાખની આઈ-20 કાર મળીને કુલ રૂ. 4,48,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂ સપ્લાય કરનાર સહિત 5 સામે ફરિયાદ પકડાયેલા આરોપીઓમાં ગોડાઉન માલિક રમેશ જાંબુચા, કાર ચાલક સતીશ ગોહેલ, રાહુલ બારૈયા અને નિતેશ મકવાણા (તમામ રહે. ભાવનગર)નો સમાવેશ થાય છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી સતીશ ગોહેલે કબૂલાત કરી હતી કે, આ દારૂનો જથ્થો ઘોઘારોડ પર રહેતા હરેશ ઉર્ફે ભયલું બારૈયા પાસેથી લાવવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે પકડાયેલા ચારેય આરોપીઓને ઘોઘારોડ પોલીસને હવાલે કરી, દારૂ સપ્લાય કરનાર હરેશ ઉર્ફે ભયલું સહિત પાંચેય શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે
    Click here to Read More
    Previous Article
    જામનગર શંકર ટેકરી ઉદ્યોગનગરમાં કચરાના ઢગલા:ગટર સફાઈ બાદ 6 દિવસથી રસ્તા પર ગંદકી ફેલાઈ, સ્થાનિકો પરેશાન
    Next Article
    કલવાડા ગામે રસ્તા પર દીપડો દેખાયો:કાર ચાલકે મધરાતે વીડિયો કેદ કર્યો, સ્થાનિકો અને વાહનચાલકોમાં ભયનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment