Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીકાપ:તખ્તેશ્વર ફિલ્ટરે કામગીરીથી કાલે અનેક વિસ્તારોમાં પાણીકાપ

    13 hours ago

    શહેરમાં પાણી પુરવઠાને વધુ સુદ્રઢ અને વ્યવસ્થિત બનાવવા માટે તખ્તેશ્વર ફિલ્ટર ખાતે શેત્રુંજીની મુખ્ય પાણીની પાઈપલાઈન પર આગામી તા. 28 એપ્રિલે મહત્વપૂર્ણ ટેકનિકલ કામગીરી હાથ ધરાશે. નવા વાલ્વના ઇન્સ્ટોલેશન તથા નવા પંપિંગ સ્ટેશનના ટ્રાયલને કારણે શેત્રુંજી ડેમ આધારિત રો વોટરનો પુરવઠો અંદાજે 18 થી 20 કલાક માટે બંધ રહેવાનો હોવાથી શહેરના કેટલાક વિસ્તારોમાં નિર્ધારિત સમયગાળા દરમિયાન પાણી સપ્લાય અસરગ્રસ્ત રહેશે. ફિલ્ટર વિભાગ દ્વારા જાહેર કરાયેલ મુજબ પ્રભુદાસ તળાવ ઈએસઆર આધારિત વિસ્તારોમાં પોપટનગર, ધનાનગર, એક્સલ વિસ્તાર, રૂવાપરી રોડ, જમનાકુંડ, શિશુવિહાર અને પ્રભુદાસ તળાવ સહિતના વિસ્તારોમાં સાંજે 4 વાગ્યાથી રાત્રે 10:30 વાગ્યા સુધી પાણી સપ્લાય બંધ રહેશે. તેમજ તખ્તેશ્વર ઈએસઆર-2 હેઠળ આવતા આતાભાઈ વિસ્તાર, રૂપાણી સર્કલ વિસ્તાર, સરદારનગર, અનંતવાડી, વિદ્યાનગર અને આઈટીઆઈ વિસ્તાર સહિતના વિસ્તારોમાં બપોરે 11:45 વાગ્યાથી સાંજે 7:15 વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ રહેશે. જો કે તખ્તેશ્વર ફિલ્ટર આધારિત અન્ય તમામ વિસ્તારોમાં પાણી સપ્લાય નિયમિત અને રાબેતા મુજબ ચાલુ રહેશે તેમ તંત્રએ સ્પષ્ટતા કરી છે
    Click here to Read More
    Previous Article
    સૂર્યનારાયણે લીધી મતદારોની આકરી પરીક્ષા:ગરમીનો પારો 43.8°, મતદાનનો આંક 53.7%
    Next Article
    નગરપાલિકની ચૂંટણી:3 પાલિકાની 78 બેઠકો માટે ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment