Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૂર્યનારાયણે લીધી મતદારોની આકરી પરીક્ષા:ગરમીનો પારો 43.8°, મતદાનનો આંક 53.7%

    12 hours ago

    ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં રવિવારે પ્રખર ઉનાળો અને વહીવટી ત્રુટિઓ વચ્ચે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. શહેરમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી જતા મતદાનની ગતિ ઉપર સ્પષ્ટ અસર જોવા મળી હતી. સાંજે 5 વાગ્યા સુધી કુલ 52,854 મતદારો મતદાન મથકે પહોંચ્યા હતા, જે કુલ નોંધાયેલા મતદારોના 47.20 ટકા થાય છે. ત્યારબાદના અંતિમ કલાકમાં થયેલા મતદાન સાથે કુલ ટકાવારીમાં થોડો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, છતાં અગાઉની સરખામણીએ મતદાનમાં ઘટાડો નોંધાય તેવી ચર્ચા રહી હતી. સવારના ઠંડકભર્યા સમયમાં મતદાન મથકો પર સારી ભીડ જોવા મળી હતી, પરંતુ જેમ જેમ સૂર્ય પ્રખર બનતો ગયો તેમ કાળઝાળ ગરમીમાં મતદારોની હાજરી ઘટતી ગઈ. સવારે 7 થી 9 દરમિયાન 7,910 મતદારો એટલે કે 7.06 ટકા મતદાન થયું હતું. ત્યારબાદ 9 થી 11 દરમિયાન 13,706 મતદારો (12.24 ટકા)એ મતદાન કર્યું હતું, જ્યારે 11 થી 1 દરમિયાન સૌથી વધુ 14,322 મતદારો (12.79 ટકા)એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બપોર બાદ ગરમી વધતાં મતદાનમાં ઘટાડો નોંધાયો હતો; 1 થી 3 દરમિયાન 8,482 મતદારો (7.58 ટકા) અને 3 થી 5 દરમિયાન 8,434 મતદારો (7.53 ટકા)એ મતદાન અને 5 થી 6 વચ્ચે 7276 (6.50%) મતદાન થયું. મતદાન દરમિયાન મતદાર સુધારણા બાદની યાદીમાં અનેક નામ ગાયબ હોવાની ફરિયાદો ઉઠી હતી. વોર્ડ નંબર 4માં આશરે 2,000 જેટલા મતદારોના નામ અથવા વિગતોમાં ગેરસમજ હોવાની રજૂઆતો સામે આવી હતી. અનેક મતદારો પોતાના મતદાન મથક અને બૂથ શોધવામાં જ સમય પસાર કરતા જોવા મળ્યા હતા. ચૂંટણી પંચ દ્વારા બૂથ ફાળવણીમાં ગેરસમજ સર્જાય તેવી ખામીઓ હોવાથી મતદારો તથા કાર્યકરોને મુશ્કેલી પડી હતી. વોર્ડ નં 11 માં ઉમેદવારો બિનહરીફ બનતા આખો દિવસ મતદાનની કોઈ ચહલપહલ નહીં ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડમાંથી 10 વોર્ડમાં મતદાન થયું હતું જ્યારે વોર્ડ નંબર 11ના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થતા તે વોર્ડમાં મતદાન યોજાયું નહોતું, જેથી ત્યાં કોઈ ચૂંટણીમય વાતાવરણ નહોતું. મતદારોનું મતદાન અધિકાર છીનવાઇ જતા આ વોર્ડના વિસ્તારોમાં નીરસ વાતાવરણ હતું સામાન્ય રીતે લોકશાહી પર્વમાં ચૂંટણી પ્રક્રિયા દરેક માટે રાજકીય અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતું હોય છે પરંતુ વોર્ડ નંબર 11 માં આવું કાંઈ જ નહોતું. વોર્ડ નં 1 માં સૌથી વધુ ઉમેદવારો, સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 1માં સૌથી વધુ ઉમેદવારો ચૂંટણી જંગમાં હોવાને કારણે ત્યાં શહેરમાં સર્વાધિક મતદાન નોંધાયું હતું. ભાજપ, કોંગ્રેસ, આમઆદમી પાર્ટી, AIMIM અને અપક્ષ થઈને કુલ 15 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝુકાવ્યું હતું. ગત ચૂંટણીમાં ચારેય બેઠક પર કોંગ્રેસ હતી. પરંતુ આ વખતે કોંગ્રેસ અને એઆઇએમઆઇએમ વચ્ચે વોટ શેરીંગ થશે તેવી સંભાવના વચ્ચે ભાજપના ઉમેદવાર દ્વારા પણ ખૂબ મહેનત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. માટે વોર્ડ નંબર 1 માટે ગત ચૂંટણીનું પરિણામ જ ફરીથી આવે તેવી શક્યતાઓ રાજકીય જાણકારો નથી જોઈ રહ્યા. છેલ્લી ત્રણ ચૂંટણીના લેખાજોખા
    Click here to Read More
    Previous Article
    મતદાર યાદીમાં ગંભીર ત્રુટિ:સ્વામિ. મંદિરના 205 સંતોના નામ ગાયબ !
    Next Article
    પાણીકાપ:તખ્તેશ્વર ફિલ્ટરે કામગીરીથી કાલે અનેક વિસ્તારોમાં પાણીકાપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment