Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મતદાર યાદીમાં ગંભીર ત્રુટિ:સ્વામિ. મંદિરના 205 સંતોના નામ ગાયબ !

    10 hours ago

    પાલિકાની ચૂંટણી દરમિયાન મતદાર યાદીમાં ગંભીર ત્રુટિઓ સામે આવી છે, જેમાં સ્વામિનારાયણ મંદિરના આશરે 205 સંતોના નામ મતદાર યાદીમાંથી ગાયબ હોવાનું જાણવા મળ્યું છે. મંદિરના કોઠારી દેવપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે, મંદિરના સંતો અને સાંખ્યયોગી બહેનોના લગભગ 250 મતદારોમાંથી મોટા ભાગના સંતોના નામ યાદીમાં નથી, જેના કારણે તેઓ મતદાનથી વંચિત રહ્યા. સામાન્ય રીતે દરેક ચૂંટણીમાં સંતો વહેલી સવારે 7 વાગ્યે મતદાન મથકે પહોંચી મતદાન કરીને મંદિરે પરત ફરતા હોય છે, પરંતુ આ વખતે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ સ્થિત મતદાન મથકે સંત જોવા ન મળતાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેમને મતદાર સ્લીપ પણ અપાઈ નહોતી અને તેમના મતદાન મથક, વોર્ડ નંબર કે બૂથ અંગે કોઈ જાણકારી અપાઈ ન હતી. કોઠારી સ્વામીએ આ બાબતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. મળતી માહિતી મુજબ, SIR હેઠળ મતદાર યાદી સુધારણા દરમિયાન મતદારના પિતા અથવા પતિના નામનો ઉલ્લેખ ફરજિયાત રખાયો હતો, જ્યારે સંતો પોતાના નામ સાથે ગુરુનું નામ દર્શાવે છે અને પિતાનું નામ નોંધાવતા નથી. ચૂંટણી પ્રક્રિયામાં આવી પરિસ્થિતિ માટે અલગ જોગવાઈ ન હોવાને કારણે સંતોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. શરણે આવીને પાટીયા (નામ) કાઢી નાખ્યા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભુજ મુલાકાત દરમિયાન સ્વામિનારાયણ મંદિરની દર્શનાર્થે મુલાકાત લીધી હતી અને ભગવાનનાં શરણે ગયા હતા, પરંતુ તેમના તંત્રે સંતોના અધિકારનું રક્ષણ ન કરતા 200 જેટલા સંતો મતદાનથી વંચિત રહ્યા હતા, આ ઘટનાને પગલે મંદિરમાં એવું સંભળાયું હતું કે, ‘શરણે આવીને પાટીયા(નામો)કાઢી નાખ્યાં’
    Click here to Read More
    Previous Article
    જનજાગૃતિનો પ્રેરણારૂપ કિસ્સો:લગ્નના ચાર ફેરા ફર્યા બાદ દંપતી સીધું મતદાન મથકે પહોંચ્યું
    Next Article
    સૂર્યનારાયણે લીધી મતદારોની આકરી પરીક્ષા:ગરમીનો પારો 43.8°, મતદાનનો આંક 53.7%

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment