Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જનજાગૃતિનો પ્રેરણારૂપ કિસ્સો:લગ્નના ચાર ફેરા ફર્યા બાદ દંપતી સીધું મતદાન મથકે પહોંચ્યું

    9 hours ago

    ભુજમાંથી જનજાગૃતિનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભુજના એક નવદંપતીએ સાબિત કરી દીધું છે કે અંગત પ્રસંગ કરતા દેશ પ્રત્યેની ફરજ મોટી છે. શહેરના લાલ ટેકરી વિસ્તારમાં રહેતા અજય રાઠોડ અને વૈશાલીબેન ભીલના લગ્ન આજે બપોરે ધામધૂમથી સંપન્ન થયા હતા. લગ્નના ચાર ફેરા ફરીને આ યુગલે જીવનના નવા સોપાનમાં ડગ માંડ્યા હતા. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ આ નવયુગલે સૌ પ્રથમ લોકશાહીની ફરજ નિભાવવાનું નક્કી કર્યું હતું. વોર્ડ નંબર 4 ના રહીશ એવા અજયભાઈ અને વૈશાલીબેન જ્યારે લગ્નના પહેરવેશમાં મતદાન મથકની લાઈનમાં ઊભા રહ્યા, ત્યારે ત્યાં ઉપસ્થિત અન્ય મતદારો અને ચૂંટણી સ્ટાફ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વર-કન્યાએ ધીરજપૂર્વક પોતાની વારીની રાહ જોઈ અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ દંપતીને જોઈને મથક પર હાજર યુવાનો અને વૃદ્ધોમાં પણ નવો ઉત્સાહ જોવા મળ્યો હતો અને અનેક લોકોએ તેમને બિરદાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Govt’s online content blocking orders double to 24,000 in a year, over half on X
    Next Article
    મતદાર યાદીમાં ગંભીર ત્રુટિ:સ્વામિ. મંદિરના 205 સંતોના નામ ગાયબ !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment