Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નગરપાલિકની ચૂંટણી:3 પાલિકાની 78 બેઠકો માટે ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ

    15 hours ago

    મહુવા, પાલિતાણા અને વલ્લભીપુરની નગરપાલિકાની 78 બેઠકો માટે આજે રવિવારે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયુ હતુ. મહુવા નગરપાલિકાની 36 બેઠકોમાં કુલ 75 ઉમેદવારો, પાલિતાણા નગરપાલિકાની 28 બેઠકોમાં કુલ 65 ઉમેદવારો અને વલભીપુર નગરપાલિકાની 20 બેઠકોમાં કુલ 49 ઉમેદવારો હતા. મહુવા નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકોમાંથી 6 બેઠક બિનહરીફ જાહેર થતા 30 બેઠકો માટે કુલ 75 ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. મહુવા : મહુવા નગર પાલિકા ની મતદાન પ્રક્રીયા આજે સાંજે પુર્ણ થતા 9 વોર્ડમાંની 36 સીટ માટે ચૂંટણી લડી રહેલ 36 ભાજપના જેમાં 6 સીટ મહિલા અનામત બિનહરીફ, કોંગ્રેસના 29, આમ આદમી પાર્ટી 16 અને 4 અપક્ષ મળી કુલ 85 માંથી 79 ઉમેદવારોનું ભાવી ઇ.વી.એમ.માં કેદ થઇ ચુક્યું છે. મહુવાના કુલ 74 મતદાન મથકો ઉપર ચૂંટણી કાર્ય પૂર્ણ થયેલ છે. ચુંટણી દરમ્યાન જુની અદાવતના કારણે એક 302નો ગુન્હો બનવા પામેલ.મતદાન 7 કલાકે શરૂ થયા બાદ મતદારોની ધીમી શરૂઆત રહી હતી. મહુવા નગરપાલિકાનું મતદાન આજે સવારે 7 કલાકે શરૂ થતા 9 કલાક સુધીમાં 7.36 ટકા, 11 કલાક સુધીમાં 18.75 ટકા, 1 કલાક સુધીમાં 31.47 ટકા, 3 કલાક સુધીમાં 39.77 ટકા, 5 કલાક સુધીમાં 49.75 ટકા મતદાન થયેલ. 36 બેઠક માટે મતદાતાઓએ મતાધીકારનો ઉપયોગ કરતા 59.65 ટકા મતદાન થવા પામેલ છે. વલભીપુર : વલભીપુર નગરપાલિકાના નગરપાલિકાના કુલ-6 વોર્ડ છે જેમાં વોર્ડ નં.3 બિનહરીફ જાહેર થયેલ છે તેમાં કુલ 5 વોર્ડમાં યોજાયેલ ચુંટણીમાં ભા.જ.પ.માટે કપરા ચઢાણ જણાય છે કારણકે એક તરફ જ્ઞાતિવાદ બીજુ ભા.જ.પ.નું સતત 20 વર્ષ કરતા વધુ સમયથી સત્તા પર હોવાથી એન્ટીઈન્કમ્બસી વધુ છે. વોર્ડ નં.5માં પેનલ તુટી શકે વોર્ડ નં.6માં કોંગ્રેસ મેદાનમારી જાય તો ના નહી વોર્ડ નં.2 અને 4માં ભા.જ.પ. અને કોંગ્રેસ ફીફટી રહે તેમ જણાય છે. પાલિતાણા : પાલિતાણા નગરપાલિકાના 9 વોર્ડ છે અને 36 બેઠકો છે. જેમાં ભાજપની 8 બેઠકો બિનહરીફ થયેલ છે એટલે 28 બેઠકોની આજે ચૂંટણી યોજાયેલ હતી. જેમાં 9 વોર્ડના કુલ 41,484 મતદારોમાંથી 27,880 મતદારોએ મતદાન કરતા 67.21% મતદાન થયેલ છે. સૌથી વધુ મતદાન વોર્ડ નં.7 માં 75.26% અને સૌથી ઓછું મતદાન વોર્ડ નં-1 માં 51.30 % થયેલ છે. વલભીપુરમાં મત આપવા સુરતથી આઠ બસ આવી નગરપાલિકાના વોર્ડ નં.6માં 102 વર્ષના કાશીબા રાઠોડએ માણીયા કન્યાશાળા ખાતે મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. વોર્ડ નં.6માં સુરતથી આઠ લકઝરી બસો ભરીને મતદારો મત આપવા માટે આવ્યા હતાં. વલભીપુર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6માં ચૂંટણી ફરજ બજાવતા કર્મચારી દ્વારા મતદારને મત આપવા માટે આનાકાની કરતા થોડા સમય માટે માથાકુટ થઇ હતી. વોર્ડ નં.2માં માલધારી સમાજના ભા.જ.પ. અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઇ હતી પરંતુ મામલો થાળે પડી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    પાણીકાપ:તખ્તેશ્વર ફિલ્ટરે કામગીરીથી કાલે અનેક વિસ્તારોમાં પાણીકાપ
    Next Article
    ચૂંટણી મહાસંગ્રામ-2026:જિ.પં.માં 57.66% અને તા.પં.માં 57.92 ટકા મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment