Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી મહાસંગ્રામ-2026:જિ.પં.માં 57.66% અને તા.પં.માં 57.92 ટકા મતદાન

    16 hours ago

    ભાવનગર જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયતમાં 40 બેઠકો અને તાલુકા પંચાયતની 210 બેઠકો માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. કોરોના કાળમાં વર્ષ-2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સરખામણીએ એકંદરે મતદાનમાં 3 ટકાનો ઘટાડો થયો છે. મતદાનના અંતે ભાવનગર જિલ્લા પંચાયતમાં સરેરાશ 57.66 ટકા અને તાલુકા પંચાયતમાં સરેરાશ 57.92 ટકા મતદાન નોંધાયું હતું. ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સૌથી વધુ ભાવનગર તાલુકાની વરતેજ બેઠક પર 72.12 ટકા અને સૌથી ઓછું 43.15 ટકા પાલિતાણા તાલુકાની નોંઘણવદર બેઠક પર નોંધાયું હતું. ભાવનગર જિલ્લા પંચાયતની 14મી ચૂંટણીમાં યોજાયેલ મતદાનથી કુલ 40 બેઠકોના કુલ 136 ઉમેદવારો અને તાલુકા પંચાયતની 206 બેઠકોના કુલ 643 ઉમેદવારોનું ભાવિ ઇ.વી.એમ.માં કેદ થયું હતું. ભાવનગર જિલ્લામાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલા મતદાનમાં યોજાયું હતું. જોકે ગ્રામજનોની માંગ તથા પડતર પ્રશ્નોને લઈ મહુવા તાલુકાના ઉમણીયાવદર અને જેસર તાલુકાના રબારીકા ગામે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. જેસર તાલુકા વહીવટી તંત્રએ પ્રશ્નો ઉકેલવાની ખાત્રી આપતા રબારીકાના ગ્રામજનોએ મતદાન કરી પોતાની ફરજ બજાવી હતી. મહુવા તાલુકાના વહીવટી તંત્રના પદાધિકારીઓએ મનાવવા અથાગ પ્રયાસો બાદ પણ ઉમણીયાવદર ગામના લોકો ટસથી મસ નહીં થઇ ‘નેશનલ હાઇવે ઉપર કટ નહીં તો, મત નહીં !'ના સૂત્ર સાથે ચૂંટણીનો બહિષ્કાર કરતા જીરો ટકા મતદાન થયું હતું. ભાવનગર જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોમાં મતદારોએ નોંધપાત્ર ઉત્સાહ દાખવ્યો છે. મતદાનની ટકાવારીમાં સૌથી વધુ મતદાન સાથે ભાવનગર તાલુકો 62.92% સાથે મોખરે રહ્યો છે, સૌથી ઓછું મતદાન ગારિયાધાર તાલુકામાં 53.16 53% મતદાન થયું હતું. મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ મહુવા તાલુકા પંચાયતમાં સૌથી વધુ 1,32,777 મતદારોએ અને તળાજા તાલુકા પંચાયતમાં 1,24,073 મતદારોએ મતદાન કર્યું હતું. જિ.પં.ની 40 બેઠકમાં સૌથી વધુ વરતેજમાં, સૌથી ઓછુ નોંઘણવદરમાં મતદાન Export to Sheets તાલુકા પંચાયતોમાં મતદાન
    Click here to Read More
    Previous Article
    નગરપાલિકની ચૂંટણી:3 પાલિકાની 78 બેઠકો માટે ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ
    Next Article
    ભાસ્કર બ્રેકિંગ:કોંગ્રેસનું ખાતું ખુલશે, આપ 10 બેઠકો ગુમાવશે, મોટાભાગની બેઠકો પર ભાજપનું માર્જીન ઘટશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment