Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેવાન બનેલા શખસે માતા-પુત્ર અને પત્નીને કુહાડી ઝીંકી:સાબરકાંઠાના સંગ્રામપુરામાં હુમલાખોરનું પણ મોત, જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી પત્ની

    12 hours ago

    સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા ગામમાં શનિવારે મોડી રાત્રે પારિવારિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરતા એક જ પરિવારના 3 સભ્યોના મોત નીપજ્યા છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ મહિલા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રવણ ચુના ગમારે અગમ્ય કારણોસર ઉશ્કેરાઈ જઈ પોતાની માતા, પત્ની અને પુત્ર પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોર શ્રવણે પરિવારના સભ્યોના માથાના ભાગે આડેધડ ઘા ઝીંક્યા હતા. આ હિંસક ઘટનામાં શ્રવણ ગમાર પોતે અને તેના 2 વર્ષના માસૂમ પુત્ર કમલેશનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. સારવાર દરમિયાન માતાનું મોત હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રવણના માતા જમનાબેન અને પત્ની કાંતાબેનને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન જમનાબેનનું પણ મોત નીપજતા કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. ઈજાગ્રસ્ત કાંતાબેન હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. SP સહિતનો પોલીસ કાફલો દોડી ગયો ઘટનાની ગંભીરતાને જોતા સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા પાર્થરાજ સિંહ ગોહિલ, ખેડબ્રહ્મા DYSP કુલદીપ નાયી સહિતનો પોલીસ કાફલો સંગ્રામપુરા પહોંચ્યો હતો. પોલીસે અમદાવાદ સિવિલ હોસ્પિટલ જઈને ઈજાગ્રસ્ત કાંતાબેનનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે, જેથી હત્યા પાછળનું સાચું કારણ જાણી શકાય. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. એક જ પરિવારના 3 સભ્યોના મોતના સમાચારથી ગામમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ મનપાની 48 વોર્ડની 190 બેઠક પર મતદાન પૂર્ણ:ખાડિયામાં ખાડિયામાં કોંગ્રેસ-ભાજપના કાર્યકરો સામસામે; દાણીલીમડાના ભાજપના ઉમેદવાર ઘર્ષણ સમયે બેભાન
    Next Article
    શ્રીમદ્ રાજચંદ્ર મેડિકલ કોલેજે 46 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપ્યા:25 વર્ષથી સેવા આપનાર સ્ટાફને 'દીર્ઘકાળ સેવા એવોર્ડ'થી સન્માનિત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment