Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ મનપાની 48 વોર્ડની 190 બેઠક પર મતદાન પૂર્ણ:ખાડિયામાં ખાડિયામાં કોંગ્રેસ-ભાજપના કાર્યકરો સામસામે; દાણીલીમડાના ભાજપના ઉમેદવાર ઘર્ષણ સમયે બેભાન

    1 day ago

    અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192માંથી 2 બેઠકો બિનહરીફ થતાં બાકીની 190 બેઠકો પર આજે 26 એપ્રિલે મતદાન યોજાયું હતું. શહેરમાં રાજકીય ગરમીની સાથે-સાથે કુદરતી ગરમી પણ જોવા મળી હતી. આજે ગરમીનો પારો 44.8 ડિગ્રીએ પહોંચી જતાં મતદાન પર તેની અસર જોવા મળી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પરિવાર સાથે નારણપુરા સબ ઝોનલ ઓફિસ ખાતે મતદાન કર્યું હતું. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરિવાર સાથે શીલજ પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. બાદમાં કાર્યકર્તાઓ અને ભાજપના ઉમેદવારો સાથે ભૂપેન્દ્ર પટેલે ઝાડના છાંયડામાં બેસીને ચા પીતા-પિતા ગપસપ કરી હતી. મતદાન દરમિયાન હોબાળા અને મારામારીની ઘટના પણ સામે આવી હતી. છેલ્લી ઘડીએ એલિસબ્રિજ ગુજરાતી શાળા નંબર 14માં મતદારો અને હોમગાર્ડ વચ્ચે ઘર્ષણ થયું હતું. તો કુબેરનગર વોર્ડમાં વી. વી. તોમર સ્કૂલમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં કોંગ્રેસના કાર્યકરે કુબેરનગર વોર્ડના ભાજપના ઉમેદવાર ઉમેશસિંહ યાદવના પિતરાઈ ભાઈ સુરેશસિંહ યાદવને ફડાકો મારતા વાત ફરિયાદ સુધી પહોંચી હતી. ભાજપના ઉમેદવારને માર મારતા દાખલ દાણીલીમડા વોર્ડના ભાજપના ઉમેદવાર વિનોદ પરમારને માર મારવામાં આવતા મણિનગરની એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દાણીલીમડા MS સ્કૂલમાં બોગસ મતદાન થતું હોવા અંગેની તેમને ફરિયાદ મળી હતી, જેના પગલે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને ઘર્ષણ થયું હતું. સુત્રો મુજબ પોલીસ સાથે ઘર્ષણ થયું અને પોલીસ દ્વારા ધક્કો મારવામાં આવતા તેઓ નીચે પડતા બેભાન થઈ ગયા હતાં. હાલમાં તેમને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દાણીલીમડા વોર્ડના ભાજપના ઉમેદવાર હર્ષદ વાઘેલા જણાવ્યું હતું કે, એમ. એસ. પબ્લિક સ્કૂલ ખાતે મતદાન મથકમાં રાઉન્ડમાં આવ્યા હતા, ત્યારે મતદાન મથકમાં ગેરરીતી ચાલી રહી છે અને તપાસ કરતાં કોંગ્રેસ પક્ષની સ્લીપ સાથે મત આપવા ઇવીએમ સુધી ગયા હતા. આ બાબતે પ્રિસાઇડિંગ ઓફિસરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ તેમણે કોઈ સહકાર આપ્યો નહોતો. કોંગ્રેસની પત્રિકા બતાવી મતદાન માટે કહી રહ્યાં હતાં પ્રિસાઇડિંગ ઓફિસરના ટેબલ પર પત્રિકા જોવા મળી હતી. કોંગ્રેસ પક્ષની પત્રિકા પણ જાહેરાતમાં જોવા મળી હતી. કોંગ્રેસની પત્રિકા બતાવી અને મતદાન કરવા માટે જણાવી રહ્યા હતા, જેથી આ બાબતે પ્રિસાઇડિંગ ઓફિસરને પણ અમે જણાવ્યું હતું, પરંતુ તેમણે કોઈ ધ્યાન આપ્યું નહોતું અને જવાબ આપ્યો નહીં. RO રાવલ સાહેબને બોલાવી અને જાણ કરી હતી, જેથી ખરેખર સ્કૂલમાં કોંગ્રેસની પત્રિકા ફરી રહી હતી. પોલીસે ધક્કો મારતા ભાજપના ઉમેદવાર બેભાન ભાજપના બીજા કાર્યકર્તાઓ પણ સ્કૂલ ખાતે આવી ગયા હતા, ત્યારે પોલીસ દ્વારા અમારી સાથે ઝપાઝપી કરવામાં આવી હતી. દાણીલીમડા વોર્ડના ભાજપના ઉમેદવાર વિનોદ પરમારને પોલીસે ધક્કો માર્યો હોવાથી તેઓ પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા, જેથી તેમને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચૂંટણી એજન્ટ રાજન પરમારને પણ પોલીસે ધક્કો મારતા તેમને હાથે ઇજા થઈ અને પાટો બાંધવામાં આવ્યો છે. વોર્ડ પ્રમુખ ભૌમિક સુખડિયાનો પણ કોલર પકડી લેવામાં આવ્યો હતો. પોલીસે ભાજપના ઉમેદવાર અને કાર્યકર્તાઓ સાથે અન્યાય કર્યો છે, જેથી અમારી એક જ માંગ છે કે એમ. એસ. પબ્લિક સ્કૂલ ખાતે ફરીથી મતદાન કરવામાં આવે. ખાડિયા વોર્ડમાં કોંગ્રેસનું બટન ન દબાતા હોબાળો, તાત્કાલિક EVM બદલાયુ અમદાવાદના ખાડિયા વોર્ડમાં બાલભવન ખાતે કોંગ્રેસના ઉમેદવારનું બટન દબાવવામાં આવતું નહોતું, જેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા બુથ ઉપર મતદાન બંધ કરાવવામાં આવ્યું હતું. મતદાન બંધ કરાવી અને હોબાળો કરવામાં આવ્યો હતો. જોકે રજૂઆત બાદ તાત્કાલિક ધોરણે EVM મશીન બદલી નાખવામાં આવ્યું હતું. આજ રીતે સેવનથ ડે સ્કૂલમાં બીજાના નામનો મત નાખવામાં મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને મતદાન બંધ કરાવ્યું હતું. 20 મિનિટ માટે મતદાન બંધ થયું હતું. આનંદીબેન પટેલે ઓછા મતદાન અંગે રોષ વ્યક્ત કર્યો અમદાવાદમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ઓછા મતદાન પર ચિંતા વ્યક્ત કરતા જનતાને આડેહાથ લીધી હતી. તેમણે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, જ્યારે દેશના ખેડૂતો અને શ્રમિકો ધોમધખતા તડકામાં કામ કરી શકતા હોય, ત્યારે સુવિધાભોગવી પ્રજા માટે માત્ર મતદાન કરવા એસી (AC)માંથી બહાર નીકળવું ગરમીનું બહાનું હોઈ શકે નહીં અને આ પ્રકારે ઓછું મતદાન થવું તે શરમજનક બાબત છે. આનંદીબેને વધુમાં ઉમેર્યું હતું કે, જે લોકો ચાલી શકતા નથી તેઓ પણ જો મતદાન મથક સુધી આવી શકતા હોય, તો સક્ષમ લોકોએ ઘરમાં બેસી રહેવું શોભા આપતું નથી. આપણે આપણા સ્વાર્થ માટે નહીં પરંતુ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન કરવું અનિવાર્ય છે.
    Click here to Read More
    Previous Article
    4 passengers, crew member injured as Zurich-bound Swiss flight aborts takeoff due to issue with engine
    Next Article
    હેવાન બનેલા શખસે માતા-પુત્ર અને પત્નીને કુહાડી ઝીંકી:સાબરકાંઠાના સંગ્રામપુરામાં હુમલાખોરનું પણ મોત, જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી પત્ની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment