Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રીમદ્ રાજચંદ્ર મેડિકલ કોલેજે 46 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપ્યા:25 વર્ષથી સેવા આપનાર સ્ટાફને 'દીર્ઘકાળ સેવા એવોર્ડ'થી સન્માનિત કરાયા

    14 hours ago

    શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ અને સી. યુ. શાહ મેડિકલ કોલેજ દ્વારા તાજેતરમાં એક ગૌરવપૂર્ણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એમ.બી.બી.એસ. અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 46 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સંસ્થામાં 25 વર્ષથી વધુ સમયથી સેવા આપનાર કર્મનિષ્ઠ સ્ટાફને 'દીર્ઘકાળ સેવા એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય ગુરુદેવ રાકેશજીના આશીર્વાદ અને પ્રેરણાથી આયોજિત આ કાર્યક્રમમાં, UG (MBBS)ના 28 અને PG (અનુસ્નાતક)ના 18 વિદ્યાર્થીઓ સહિત કુલ 46 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. આ સન્માન તેમની પ્રતિભા, પ્રતિબદ્ધતા અને મહેનતને બિરદાવવા માટે હતું. અનેક અન્ય પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્રો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં એક વિદ્યાર્થીએ ચાર ગોલ્ડ મેડલ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું. આ અવસરે, સંસ્થા સાથે 25 વર્ષથી વધુ સમયથી જોડાઈને અવિરત સેવા આપનાર નિષ્ઠાવાન સ્ટાફ સભ્યોને 'દીર્ઘકાળ સેવા એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્ટાફ સભ્યોએ સંસ્થાના વિકાસ અને કાર્યક્ષમતામાં મૌન પણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મહાનુભાવોએ તેમને સંસ્થાના 'સશક્ત આધારસ્તંભ' ગણાવ્યા હતા અને તેમના નિરંતર સેવાભાવ, પ્રતિબદ્ધતા અને સંસ્થા પ્રત્યેની લાગણીને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી મંડળ, ડિરેક્ટર, મેડિકલ સુપ્રિટેન્ડન્ટ, ડીન, પ્રોફેસરગણ તેમજ ડોક્ટરો અને તમામ કેડરના સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને વ્યાવસાયિક નૈતિકતા, માનવતાવાદી અભિગમ અને સેવા ભાવનાને કેન્દ્રમાં રાખી આરોગ્યક્ષેત્રમાં ઉત્તમ યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા હતા. ગોલ્ડ મેડલ વિજેતા વિદ્યાર્થીઓએ આ સન્માનને પોતાની શૈક્ષણિક સફરનું મહત્વપૂર્ણ માઇલસ્ટોન ગણાવ્યું હતું. તેઓએ સંસ્થાના માર્ગદર્શન અને શિક્ષકોના સહકારને પોતાની સફળતાનો મુખ્ય આધાર ગણાવી, ભવિષ્યમાં વધુ સમર્પણ સાથે સમાજસેવા અને આરોગ્યસેવામાં યોગદાન આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમે સંસ્થાના ગુણવત્તાસભર શિક્ષણ અને નૈતિક મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરી, ભવિષ્યમાં વધુ ઊંચા માપદંડો હાંસલ કરવાની પ્રેરણા પૂરી પાડી હતી.
    Click here to Read More
    Previous Article
    હેવાન બનેલા શખસે માતા-પુત્ર અને પત્નીને કુહાડી ઝીંકી:સાબરકાંઠાના સંગ્રામપુરામાં હુમલાખોરનું પણ મોત, જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી પત્ની
    Next Article
    મતદાન કર્યા બાદ તબિયત લથડતા વૃદ્ધાનું મોત:પાટણ શહેરના 11 વોર્ડમાં સરેરાશ 62.17 ટકા મતદાન; વોર્ડ નંબર 1માં સૌથી વધુ, 6માં સૌથી ઓછું મતદાન, 28મીએ પરિણામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment