Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત છેડતી કાંડમાં કડક કાર્યવાહી:આવી ઘટનામાં રાજનીતિ ન હોવી જોઈએ, કોંગ્રેસ ચૂંટણીને ધર્મ આધારિત બનાવવાનો પ્રયાસ કરી રહી છે: હર્ષ સંઘવી

    17 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અનેક મુદ્દાઓ પર એકસાથે પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર તીખા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના વિરોધી મતદાન અંગેના નિવેદન પર જવાબ આપતાં તેમણે જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લોકશાહીનું મોટું પર્વ છે અને રાજકીય પાર્ટીઓના ષડયંત્રો વારંવાર વિવિધ માધ્યમો દ્વારા બહાર આવતા રહે છે. વધુમાં વધુ લોકો બહાર આવી મતદાન કરે તે જરૂરી છે કોંગ્રેસના ધારાસભ્યો આવી પ્રવૃત્તિઓ કરતા આવ્યા હોવાનો આક્ષેપ કરીને તેમણે મતદારોને સજાગ રહી મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ ચૂંટણીને ધર્મ આધારિત બનાવવાનો પ્રયાસ કરી રહી છે, જે લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો સામે છે. મતદાન અંગે પ્રતિક્રિયા આપતાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે હાલ મતદાન પ્રક્રિયા 5થી 10 મિનિટમાં પૂર્ણ થાય તેવી સરળ વ્યવસ્થા કરવામાં આવી છે છતાં મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, લોકશાહીના આ પર્વમાં મતદાન અત્યંત મહત્વનું છે અને વધુમાં વધુ લોકો બહાર આવી મતદાન કરે તે જરૂરી છે. AAPના નેતાઓ માત્ર નિવેદનો કરે છે, સરકાર કડક પગલાં લેશે સુરતમાં બનેલી દીકરીની છેડતીની ઘટનાને લઈને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આવી સંવેદનશીલ બાબતમાં રાજનીતિ ન થવી જોઈએ. સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ ચાલી રહી છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના નિવેદનો અંગે તેમણે કહ્યું કે, AAPના નેતાઓ માત્ર નિવેદનો જ કરતા રહે છે, પરંતુ હકીકતમાં સરકાર કડક પગલાં લઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં મતદાનથી વંચિત રહેતા નવદંપતી નિરાશ:મત આપ્યા વગર પરત ફર્યા, અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી; મતદાન પૂર્ણ થવામાં એક કલાક બાકી
    Next Article
    મહીસાગરમાં બપોરના 1 વાગ્યા સુધીમાં 29.99 ટકા મતદાન:વરરાજાએ પહેલાં મતદાન કર્યું, પછી જાન લઈને પરણવા નીકળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment