Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં મતદાનથી વંચિત રહેતા નવદંપતી નિરાશ:મત આપ્યા વગર પરત ફર્યા, અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી; મતદાન પૂર્ણ થવામાં એક કલાક બાકી

    1 day ago

    રાજ્યમાં પાલિકા-પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. મતદાન શરૂ થયાને 6 કલાક વીતી ચૂક્યા છે. 15 મહાનગરપાલિકામાં બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 33 ટકા મતદાન નોંધાઈ ચૂક્યું છે. જૂની 6 મહાનગરપાલિકાની સરખામણીએ નવી 9 મહાનગરપાલિકાના મતદારોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન વચ્ચે અમદાવાદના કુબેરનગર વોર્ડમાં મતદાન મથક પર જ ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી થતા પોલીસે મહામહેનતે સ્થિતિ કાબૂમાં લીધી હતી. વડોદરાના વોર્ડ નંબર 14માં પણ ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બપોર પડતા મતદાન પર ગરમી ભારે પડી રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. સવારથી જ મતદાન મથકો પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન શરૂ થતા જ મતદારોની કતાર જોવા મળી. પરંતુ, બપોર પડતા જેમ જેમ ગરમીનો પારો ઊંચો જતો ગયો તેમ તેમ મતદાન મથકો પર મતદારોની હાજરી ઘટતી જોવા મળી. પાલિકા-પંચાયતની યોજાઈ રહેલી ચૂંટણીને 2027 વિધાનસભા ચૂંટણીની સેમિફાઈનલ સમાન ગણવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં સૌથી વધુ નજર રાજ્યની 6 જૂની અને 9 નવી મળી 15 મહાનગરપાલિકા પર છે. 15 મહાનગરપાલિકામાં 43 બેઠક બિનહરીફ થઈ હોય હવે 1001 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. આ તમામ બેઠક પર 1.10 કરોડથી વધુ મતદારો કૂલ 3145 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરશે. નવરચિત 9 મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી આ વખતે રાજ્યમાં 6 જૂની (અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર) મહાનગરપાલિકા અને 9 નવી (નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, આણંદ, પોરબંદર અને નડિયાદ) મહાનગરપાલિકા મળી કૂલ 15ની ચૂંટણી યોજાઈ રહી છે. શહેરી વિસ્તારોમાં ભાજપની પકડ મજબૂત હોય 15વર્ષના લાંબાગાળા બાદ 2025માં નવી 9 મહાનગરપાલિકાની રચના કરવામાં આવી હતી. આ પહેલા વર્ષ 2002માં જૂનાગઢ અને છેલ્લે 2010માં ગાંધીનગર મહાનગરપાલિકાની રચના કરવામાં આવી હતી. આ સમાચાર પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની 10 હજાર સીટ પર મતદાન ભાજપ માટે સત્તા જાળવવાનો, કોંગ્રેસ માટે કમબેક અને આપ માટે પગ જમાવવાનો પડકાર રાજ્યની જે જૂની આઠ મહાનગરપાલિકા છે તે તમામમાં હાલ ભાજપનું શાસન છે. હાલ જે 6 જૂની મનપાની ચૂંટણી યોજાઈ રહી છે. તેમાં અમદાવાદ અને રાજકોટમાં છેલ્લા 20 વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન છે. જ્યારે સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરમાં તો 30 વર્ષથી ભાજપનું શાસન છે. શહેરી વિસ્તારમાં ભાજપા સતત મજબૂત થઈ રહ્યી છે તો બીજી તરફ કોંગ્રેસ સતત નબળી પડતી ગઈ છે. ત્યારે કોંગ્રેસ માટે કમબેક કરવાનો મોટો પડકાર છે. તો આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરવાનો પ્રયાસ કરી રહી છે. 2021માં આમ આદમી પાર્ટીને 13.91 ટકા મત મળ્યા હતા. સુરત મનપામાં 27 બેઠક પણ જીતી હતી. જુઓ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને મહેસાણા મનપામાં હરિફ ઉમેદવારોની ફોટો સાથેની યાદી
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ મનપાની 48 વોર્ડની 190 બેઠક પર મતદાન:3 વાગ્યા સુધીમાં સરેરાશ 38.16% મતદાન; કુબેરનગરની તોમર સ્કૂલમાં કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી
    Next Article
    સુરત છેડતી કાંડમાં કડક કાર્યવાહી:આવી ઘટનામાં રાજનીતિ ન હોવી જોઈએ, કોંગ્રેસ ચૂંટણીને ધર્મ આધારિત બનાવવાનો પ્રયાસ કરી રહી છે: હર્ષ સંઘવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment