Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં બપોરના 1 વાગ્યા સુધીમાં 29.99 ટકા મતદાન:વરરાજાએ પહેલાં મતદાન કર્યું, પછી જાન લઈને પરણવા નીકળ્યા

    1 day ago

    મહીસાગર જિલ્લામાં આજે, રવિવાર, 26 એપ્રિલે સવારે 7 વાગ્યાથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો ઉત્સાહપૂર્વક પ્રારંભ થઈ ગયો છે. જિલ્લાના મતદારો જિલ્લા પંચાયતની 28 બેઠકો, આઠ તાલુકા પંચાયતોની 147 બેઠકો અને લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર 5 ની પેટાચૂંટણી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થવા માટે સવારથી જ મતદાન મથકો પર મતદારોની અવરજવર શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં 919 મતદાન મથકો પર 5000 થી વધુ પોલિંગ સ્ટાફ અને 2200 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને દરેક મતદાન મથક પર પાણી, ORS, વ્હીલચેર અને છાંયડાની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે નાગરિકોને નિર્ભય બનીને મતદાન કરવા ભાવભરી અપીલ કરી છે, જ્યારે આ મતદાનની ગણતરી 28 એપ્રિલે હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરત છેડતી કાંડમાં કડક કાર્યવાહી:આવી ઘટનામાં રાજનીતિ ન હોવી જોઈએ, કોંગ્રેસ ચૂંટણીને ધર્મ આધારિત બનાવવાનો પ્રયાસ કરી રહી છે: હર્ષ સંઘવી
    Next Article
    3 વાગ્યા સુધીમાં 57.57 ટકા મતદાન નોંધાયું:કપરાડા-ધરમપુર તાલુકામાં સૌથી વધુ; વાંકલમાં નવદંપતિએ લગ્ન પહેલાં માતાધિકારનો ઉપયોગ કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવા કરી અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment