Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામગીરી:ડ્રેનેજ લાઈન પાથરવાના કામમાં બાધારૂપ વીજપોલ આખરે ખસેડવાનું શરૂ કરાયું

    6 days ago

    ભુજમાં ત્રિમંદિરથી કોમર્સ કોલેજ સુધી નગરપાલિકાની મહત્ત્વાકાંક્ષી ડ્રેનેજ લાઈન યોજનાના અમલમાં લાંબા સમયથી અવરોધરૂપ બનેલા સીમંધર સિટી સામેના વીજ થાંભલા ખસેડવાની કામગીરી આખરે શરૂ કરવામાં આવી છે. ફૂટપાથની મધ્યમાં અને પાઇપલાઇન જ્યાંથી પસાર થાય છે ત્યાં નડતરરૂપ એવા આ વીજ થાંભલાઓને કારણે નવી પાઇપલાઈન જમીનમાં ઉતારવાનું કામ છેલ્લા બે મહિનાથી વધુ સમયથી અટવાઈ ગયું હતું, જેના કારણે સમગ્ર પ્રોજેક્ટની ગતિ ધીમી પડી હતી અને આસપાસના વિસ્તારના રહેવાસીઓ તથા વાહનચાલકોને પણ અસુવિધાઓ વધી હતી. વિસ્તારમાં પીજીવીસીએલની 11 કેવી વીજ લાઈન પસાર થતી હોવાથી થાંભલા ખસેડવા માટે વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરવાની જરૂરિયાત રહે. વીજ વિતરણમાં વિક્ષેપ ઓછો થાય અને યોગ્ય તકનીકી વ્યવસ્થા ગોઠવાય તે માટે યોગ્ય સમયની રાહ જોવામાં આવી રહી હતી. આખરે શનિવારથી પીજીવીસીએલ દ્વારા નવા વીજ થાંભલા ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ હાલના થાંભલાઓને માર્ગની બીજી બાજુ ખસેડવામાં આવશે, જેના પગલે નગરપાલિકા દ્વારા અટકેલી પાઇપલાઈનને જમીનમાં ફિટ કરવાની કામગીરી ફરીથી શરૂ કરી શકાશે. અધિકારીના જણાવ્યા મુજબ વીજ થાંભલા ખસેડવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી પ્રોજેક્ટને ઝડપથી આગળ ધપાવવામાં આવશે જેથી શહેરની આ મહત્વપૂર્ણ યોજના સમયસર પૂર્ણ થઈ શકે તેમજ ચોમાસામાં ઉપયોગી બને. સ્થાનિકોમાં આશા વ્યક્ત થઈ રહી છે કે હવે લાંબા સમયથી અટકેલી કામગીરીને ગતિ મળશે અને વિસ્તારમાં ટ્રાફિક તથા વિકાસ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળશે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી,:જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી 10.86 લાખ મતદારો મતદાન કરશે
    Next Article
    RTE:2,539 બેઠક સામે 4,346 અરજી માન્ય, એક બેઠક માટે બે વિદ્યાર્થીઓ વચ્ચે જંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment