Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTE:2,539 બેઠક સામે 4,346 અરજી માન્ય, એક બેઠક માટે બે વિદ્યાર્થીઓ વચ્ચે જંગ

    4 days ago

    કચ્છ જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ધો.1માં મફત શિક્ષણ મેળવવા માટેની પ્રવેશ પ્રક્રિયામાં આ વર્ષે ભારે રસાકસી જોવા મળી રહી છે. 23મી એપ્રિલના ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ છે. જિલ્લાની 353 ખાનગી શાળાઓમાં ઉપલબ્ધ બેઠકોના આંકડા અને માન્ય થયેલી અરજીઓના વિશ્લેષણ મુજબ, સરેરાશ દર એક બેઠક પર પ્રવેશ મેળવવા માટે બે વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા જેવી સ્થિતિ સર્જાઈ છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલી અરજીઓની ચકાસણી બાદ આંકડા સામે આવ્યા છે. જિલ્લામાં કુલ 2,539 બેઠકો માટે 6570 ફોર્મ ભરાયા હતા. જેમાં 672 અરજી રિજેક્ટ અને 1552 કેન્સલ થઈ છે જ્યારે 4346 અરજી માન્ય રહી છે. જિલ્લાની 2,539 બેઠકો સામે 4,346 અરજીઓ માન્ય ઠરી છે. એટલે કે, લગભગ 2 માન્ય ફોર્મ દીઠ એક વિદ્યાર્થીને પ્રવેશ મળી શકશે. બેઠકો કરતા અરજીઓની સંખ્યા ઘણી વધારે છે. કુલ 6,570 ફોર્મમાંથી માત્ર 4,346 ફોર્મ જ માન્ય રહ્યા છે. અધૂરા દસ્તાવેજો કે નિયમોની અસંગતતાને કારણે 672 ફોર્મ રિજેક્ટ થયા છે, જ્યારે 1,552 ફોર્મ કેન્સલ થતા દોઢ હજારથી વધુ વાલીઓની આશા પર પાણી ફરી વળ્યું છે. હવે મેરિટના આધારે વિદ્યાર્થીઓને બેઠકો ફાળવવામાં આવશે. 4 મે ના પ્રથમ રાઉન્ડ જાહેર થશે પ્રાથમિક શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, તમામ ફોર્મની ચકાસણી અને સુધારાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી 4 મે ના પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે.આ દિવસે કયા વિદ્યાર્થીને કઈ શાળા ફાળવવામાં આવી છે તેની વિગતો ઓનલાઈન જાહેર કરાશે અને વાલીઓને એસએમએસ દ્વારા પણ જાણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કામગીરી:ડ્રેનેજ લાઈન પાથરવાના કામમાં બાધારૂપ વીજપોલ આખરે ખસેડવાનું શરૂ કરાયું
    Next Article
    Preity Zinta 'Punches' Priyansh After PBKS' Historic Win, Shastri Reacts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment