Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી,:જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી 10.86 લાખ મતદારો મતદાન કરશે

    6 days ago

    ભરૂચ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાશે. જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાઓ માટે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ 10.86 લાખ મતદારો આ ચૂંટણીમાં ભાગ લેશે. આ ચૂંટણીમાં ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 110 ઉમેદવારો મેદાનમાં છે. 9 તાલુકા પંચાયતની 182 બેઠકો માટે 495 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. જ્યારે ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને જંબુસર નગરપાલિકાની 132 બેઠકો માટે 345 ઉમેદવારો પોતાનું ભાવિ અજમાવશે. જિલ્લા પંચાયત માટે 8,48,910 મતદારો, તાલુકા પંચાયતો માટે 8,39,564 મતદારો અને નગરપાલિકાઓ માટે 2,19,004 મતદારો નોંધાયેલા છે. ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 1353 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. આમાં જિલ્લા અને તાલુકા પંચાયત માટે 1134 અને નગરપાલિકાઓ માટે 219 મતદાન મથકોનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયા માટે જિલ્લા પંચાયત માટે 10, તાલુકા પંચાયતો માટે 18 અને નગરપાલિકાઓ માટે 4 ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરાઈ છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે, જિલ્લા અને તાલુકા પંચાયતના 330 મતદાન મથકોને સંવેદનશીલ અને 212 મતદાન મથકોને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. નગરપાલિકાઓમાં 48 સંવેદનશીલ અને 310 અતિ સંવેદનશીલ મતદાન મથકોનો સમાવેશ થાય છે. તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જ્યારે અતિ સંવેદનશીલ મથકો પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ:NMCની 50, જિલ્લા પંચાયતની 21 બેઠકો પર 441 ઉમેદવારોનું ભાવી EVMમાં
    Next Article
    કામગીરી:ડ્રેનેજ લાઈન પાથરવાના કામમાં બાધારૂપ વીજપોલ આખરે ખસેડવાનું શરૂ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment