Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણીના એક દિવસ અગાઉ ફરી પોસ્ટર વોર શરૂ:'સ્થાનિક વિસ્તારના ઉમેદવારને જ મતદાન કરશો, આયાતી ઉમેદવારને મતદાન કરવાથી દૂર રહેશો'ના પોસ્ટર લાગ્યા, વોર્ડ ઓફિસરે બેનર હટાવી દીધું

    2 days ago

    વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ વધુ ગરમાયો છે. મતદાનના એક દિવસ અગાઉ વડોદરા શહેરમાં ફરી એકવાર પોસ્ટર વોર શરૂ થયું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, સ્થાનિક વિસ્તારના ઉમેદવારને જ મતદાન કરશો,આયાતી ઉમેદવારને મતદાન કરવાથી દૂર રહેશો..વડોદરા જાગૃત સમિતિ.... માંજલપુર વિસ્તારમાં વિવિધ સ્થળોએ લાગેલા પોસ્ટરોએ રાજકીય ચર્ચાઓને તેજ બનાવી દીધી છે. વોર્ડ ઓફિસરે તાત્કાલિક આ પોસ્ટરને હટાવી દીધું હતું. માંજલપુર વિસ્તારના વોર્ડ નં. 18ના અનેક બુથો પાસે આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. મતદાન મથકોની બહાર જ લગાવવામાં આવેલા આ પોસ્ટરોમાં મતદારોને ‘સ્થાનિક ઉમેદવારને જ મતદાન કરો’ એવો મેસેજ આપવામાં આવ્યો છે. સાથે જ ‘આયાતી ઉમેદવારને મતદાન કરવાથી દૂર રહેશો’ તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, જેને કારણે રાજકીય માહોલમાં ગરમાવો વધ્યો છે. આ પોસ્ટરો ‘વડોદરા જાગૃત સમિતિ’ના બેનર હેઠળ લગાવવામાં આવ્યા હોવાનું જણાય છે. વોર્ડ નં. 18ના વિવિધ વિસ્તારોમાં એકસરખા સંદેશવાળા પોસ્ટરો જોવા મળ્યા છે. મતદાનના એક દિવસ અગાઉ આ પ્રકારના પોસ્ટર વોરથી ચૂંટણી આચારસંહિતાના પાલન અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 18ના વોર્ડ ઓફિસર જીગ્નેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સવારના સમયે તો અહીં કોઈ બેનરો નહોતા, પરંતુ ફરીથી જ્યારે અમે રૂટ પર નીકળ્યા ત્યારે ધ્યાન પર આવ્યું કે અહીં કેટલાક સ્ટીકરો લગાવવામાં આવ્યા છે. અમને આચારસંહિતાના અમલીકરણની જવાબદારી સોંપવામાં આવી છે, તેથી અમે તાત્કાલિક ધોરણે આ તમામ સ્ટીકરો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. આ મોટા બેનરો નહોતા, પરંતુ નાના સ્ટીકરો હતા જે હવે દૂર કરી દેવામાં આવ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ કુબેરશ્વર શાળા છે. અહીં અમારું બૂથ પણ કાર્યરત છે. આચારસંહિતાના અમલીકરણ માટે કોઈપણ પ્રકારના રાજકીય બેનરો, પોસ્ટરો કે સ્ટીકરો જાહેર જગ્યાઓ કે બૂથની આસપાસ હોવા જોઈએ નહીં. જો આવું કંઈ પણ જોવા મળે, તો તેને તાત્કાલિક દૂર કરવાનું સૂચન છે. અમારે આવા પ્રચારના સાધનોને દૂર કરી આચારસંહિતાનું પાલન કરાવવાનું હોય છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં પાટીદાર સગીરાની છેડતી, ચૂંટણીના આગલા દિવસે ભયાવહ માહોલ:આરોપી અઝીઝને સ્થળે લવાતા ભીડ બેકાબૂ, પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર, ભાજપ સમર્થનમાં નારા લાગતા વિરોધ
    Next Article
    ટ્રેનમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી બે મહિલા ઝડપાઈ:ગેટ સ્ટેશન પરથી ₹40 હજારનો દારૂ જપ્ત, 4 સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment