Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંભીર બેદરકારી:સુંદરપુરી-રામબાગ રોડ પર ગટરના કામમાં લાઇન તૂટતા પાણી વેડફાયું

    2 days ago

    ગાંધીધામના સુંદરપુરી રામબાગ રોડ પર હાલમાં ચાલી રહેલી ગટર લાઇનની કામગીરી સ્થાનિક રહીશો માટે આશીર્વાદને બદલે આફત સાબિત થઈ રહી છે. ગટર લાઇનના ખોદકામ દરમિયાન વારંવાર પીવાના પાણીની પાઇપલાઇનો તૂટી રહી છે, પરંતુ કોન્ટ્રાક્ટર કે મનપાના અધિકારીઓ દ્વારા તેનું સમારકામ કરવાની તસ્દી લેવામાં આવતી નથી.આજે પણ આવી જ એક ગંભીર બેદરકારી સામે આવી હતી, જેમાં તૂટેલી પાઇપલાઇનમાંથી લાખો લિટર પાણી ગટરમાં વહી ગયું હતું. એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો ટીપે-ટીપે પાણી માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા પાણીનો બગાડ કરનારા નાગરિકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. જોકે, સરકારી કામકાજમાં થતા આટલા મોટા પાયે પાણીના વેડફાટ સામે તંત્ર મૌન સેવી રહ્યું છે. રહીશોનો આક્ષેપ છે કે કામ પૂરું થયા પછી પાઇપલાઇન એમ જ ખુલ્લી મૂકી દેવામાં આવે છે, જેના કારણે જ્યારે પાણીનો સપ્લાય શરૂ થાય છે ત્યારે બધું જ શુદ્ધ પાણી ગટરમાં ભળી જાય છે. રામબાગ રોડના રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમે પાણી માટે કલાકો સુધી રાહ જોઈએ છીએ અને અહીં અમારી નજર સામે લાખો લિટર પાણી ગટરમાં વહી રહ્યું છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.” આ બેદરકારીને કારણે આગામી દિવસોમાં પાણીની તંગી વધુ વકરે તેવી ભીતિ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં મહંમદ અઝીઝે પાટીદાર સગીરાની છેડતી કરી, ટોળું બેકાબૂ, VIDEO:4 હજારથી વધુ લોકોએ રાત્રે પોલીસ સ્ટેશન ઘેર્યું, આરોપીને વાનમાંથી ખેંચીને બેફામ માર્યો; પોલીસનો લાઠીચાર્જ
    Next Article
    બેઠક:તુણા-ટેકરા કન્ટેનર ટર્મિનલ, લોજિસ્ટિક્સ ક્ષેત્રે નવા આયામો સર કરવા બ્લુ-પ્રિન્ટ તૈયાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment