Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં મહંમદ અઝીઝે પાટીદાર સગીરાની છેડતી કરી, ટોળું બેકાબૂ, VIDEO:4 હજારથી વધુ લોકોએ રાત્રે પોલીસ સ્ટેશન ઘેર્યું, આરોપીને વાનમાંથી ખેંચીને બેફામ માર્યો; પોલીસનો લાઠીચાર્જ

    2 days ago

    સુરતના અલથાણ વિસ્તારમાં ગતરાત્રિના સવા આઠ વાગ્યાની આસપાસ પાટીદાર સમાજની 12 વર્ષની દીકરી એટલાન્ટા મોલના ટ્યુશનમાંથી ઘરે જઈ રહી હતી, ત્યારે 35થી 40 વર્ષના મહંમદ અઝીઝ નામના યુવકે તેણીની છેડતી કરી હતી. સગીરાએ ચીસાચીસ કરતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસને બોલાવતા પહેલા જ આરોપીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. 112 કંટ્રોલરૂમની ગાડી આવી ત્યારે પણ લોકોનો ગુસ્સો શાંત થયો નહોતો અને આરોપીને વાનમાંથી બહાર કાઢીને ફરીથી માર માર્યો હતો. 3 કિમીના વિસ્તારમાં 4000થી વધુની મેદની ઉમટી, SPG ગ્રુપ પણ મેદાને ઘટનાસ્થળેથી પોલીસ જેમ-તેમ કરીને આરોપીને અલથાણ પોલીસ મથકે લઈ આવી હતી. આ ઘટનાની અંગેનો મેસેજ વાયુવેગે પાટીદાર સમાજના ગ્રુપમાં ફેલાતાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને SPG (સરદાર પટેલ ગ્રુપ)ના સભ્યો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વાત વધુ ફેલાતા 4 હજારથી વધુ લોકો છેડતીના સ્થળથી લઈને અલથાણ પોલીસ સ્ટેશન સુધીના 3 કિલોમીટરના વિસ્તારમાં હજારો લોકો એકઠા થઈ જતાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ધારાસભ્ય પણ પોલીસ સ્ટેશન દોડી ગયાં, આરોપીનું સરઘસ કાઢવા લોકોની માગ લોકોના ટોળાએ અલથાણ પોલીસ મથકે ધસી આવી આરોપીનું હમણા જ સરઘસ કાઢવાની માગણી કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. ઘટનાસ્થળે ધારાસભ્ય મનુ પટેલ પણ પહોંચ્યા હતા અને લોકોને સમજાવવાની કોશિશ કરી હતી. પોલીસ મથક ઘેરાઈ જતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત આજુબાજુના પોલીસ મથકના પોલીસકર્મીઓ પણ દોડી આવ્યાં હતા. પોલીસની પીસીઆર વાન સતત પેટ્રોલિંગ કરતી રહી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. લાઠીચાર્જની નોબત આવી સ્થિતિ ત્યારે વણસી જ્યારે સેંકડો લોકો પોલીસ સ્ટેશનની અંદર ઘૂસી ગયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમજાવટના પ્રયાસો કર્યા હોવા છતાં ભીડ કાબૂ બહાર જતાં અંતે પોલીસે હળવો બળ પ્રયોગ કરીને ટોળાને વિખેરવાની ફરજ પડી હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે, રાતભર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ખડેપગે રહ્યો હતો. હિન્દુ સંગઠનના આગેવાનો પણ પોલીસ સ્ટેશન પહોચી ગયાં હતા. આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યાં તે બદલ આભારઃ માતા પીડિતાની માતાએ જણાવ્યું કે, પહેલાં તો મારી દીકરી માટે આટલી બધી બહાર પબ્લિક ભેગી થઈ એ માટે બધાનો ખૂબ ખૂબ આભાર. મારી દીકરીની છેડતી થઈ એ માટે પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. મને પોલીસ સ્ટેશનમાંથી સરસ અને સારો સહકાર મળ્યો છે. મારી છોકરીને ન્યાય મળશે તો એ બદલ સમાજ, પરિવાર, એસપીજી ગ્રુપ સહિતના બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. મારી દીકરી સેફ છે અને આરોપીને સજા મળશે. દીકરીના વાલી અને ક્લાસ ટીચરની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ મોડીરાતે DCP નિધિ ઠાકુરે જણાવ્યું હતું કે, અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દીકરી સાથે છેડતીનો બનાવ છે. આસપાસના લોકો અને પીસીઆર વાને તાત્કાલિક આરોપીને હિરાસતમાં લઈને પોલીસ સ્ટેશન આવી ગયા હતી. અત્યારે દીકરીના વાલીઓ અને ક્લાસ ટીચરની હાજરીમાં ફરિયાદ લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઈમીડિયેટલી પોક્સો (POCSO)ની જે સેક્શન્સ છે, તે લગાવીને ફરિયાદ લેવામાં આવી હતી. લોકોનું ટોળું પણ એકઠું થયું હતું, જેમને અમે સમજાવીને શાંતિપૂર્ણ રીતે વિખેરી દીધા હતા. કોઈએ કાયદો હાથમાં લીધો ન હતો.
    Click here to Read More
    Previous Article
    Lebanese reporter Amal Khalil killed in Israeli strikes: Why this is a war crime
    Next Article
    ગંભીર બેદરકારી:સુંદરપુરી-રામબાગ રોડ પર ગટરના કામમાં લાઇન તૂટતા પાણી વેડફાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment