Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેઠક:તુણા-ટેકરા કન્ટેનર ટર્મિનલ, લોજિસ્ટિક્સ ક્ષેત્રે નવા આયામો સર કરવા બ્લુ-પ્રિન્ટ તૈયાર

    2 days ago

    દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમાર સિંઘ (IRSME) દ્વારા ગાંધીધામ સ્થિત GH2 કોન્ફરન્સ હોલ ખાતે DP વર્લ્ડના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં DP વર્લ્ડ તરફથી CEO અને MD SCO – સેન્ટ્રલ એશિયા, લેવન્ટ અને ઇજિપ્ત રિઝવાન સૂમરના નેતૃત્વમાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન મુખ્યત્વે તુણા-ટેકરા ખાતે આગામી સમયમાં શરૂ થનારા અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલના પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, કંડલા ખાતેના મહત્વાકાંક્ષી ‘મેગરેલ પાઇલોટ પ્રોજેક્ટ’ની પ્રગતિ અને તેના અમલીકરણ અંગે પણ વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.DPA ચેરમેન અને DP વર્લ્ડના પ્રતિનિધિઓએ લોજિસ્ટિક્સ ક્ષેત્રે નવી તકો શોધવા અને ભારતની દરિયાઈ ક્ષમતામાં વધારો કરવા માટે પરસ્પર સહયોગ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. આ પ્રોજેક્ટ્સ આગામી સમયમાં કચ્છ અને ખાસ કરીને કંડલા વિસ્તારમાં માલસામાનની હેરફેર વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
    Click here to Read More
    Previous Article
    ગંભીર બેદરકારી:સુંદરપુરી-રામબાગ રોડ પર ગટરના કામમાં લાઇન તૂટતા પાણી વેડફાયું
    Next Article
    Banaskantha Geniben Thakor News | કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરના ભાજપ પર ગંભીર આક્ષેપ | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment