Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરતી પ્રક્રિયા પૂરજોશમાં શરૂ:યુનિ.માં કાયમી અધ્યાપકોની ભરતી કરાશે, હંગામીને દિવાળીમાં કાઢી મૂકવાની શક્યતા

    4 days ago

    મ.સ.યુનિ.માં 750 હંગામી અધ્યાપકોની ભરતી કરવામાં આવશે. રાજય સરકારે કાયમી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા માટે પણ પરવાનગી આપી છે. અચારસંહિતા હટ્યા બાદ કાયમી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા પૂરજોશમાં શરૂ થશે. જો 3 મહિનામાં કાયમી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા પૂરી થઇ જાય તો દિવાળી સુધી જ હંગામીને રખાય તેવી શકયતા છે. સરકારે કાયમી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવા માટે મંજૂરી આપી દીધી છે, જેના કારણે લાંબા ગાળે શિક્ષણ વ્યવસ્થામાં સ્થિરતા આવશે. હાલમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ હોવાથી પ્રક્રિયા અટકેલી છે, પરંતુ આચારસંહિતા પૂર્ણ થયા બાદ કાયમી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા પૂરજોશમાં શરૂ થશે. યુનિવર્સિટી તંત્રે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેથી ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી શકાય. સૂત્રોના જણાવ્યા મુજબ જો ત્રણ મહિનામાં કાયમી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તો હંગામી અધ્યાપકોને માત્ર દિવાળી સુધી જ રાખવાની શક્યતા છે. જો કે પ્રક્રિયામાં વિલંબ થાય તો હંગામી નિમણૂકનો સમયગાળો વધારવાનો વિકલ્પ પણ વિચારાધીન છે. કાયમી નિમણૂક થયા બાદ વિભાગોમાં સ્થિરતા આવશે, શિક્ષણની ગુણવત્તા સુધરશે અને વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન મળી રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હંગામીની ભરતીની જગ્યાઓ પર જ કાયમીની ભરતી કરવાની છે. કાયમી ભરતી પછી હંગામીને રખાશે? સ્પષ્ટતા ન કરાઇ ભરતી પ્રક્રિયા માટે ઓએસડી તરીકે પ્રો.ધનેશ પટેલની નિમણૂક વીસી દ્વારા કરવામાં આવી છે. જોકે જે હંગામી અધ્યાપકોની ભરતી કરવામાં આવી રહી છે તેમને આખું વર્ષ નોકરી પર રખાશે કે નહિ તે અંગે કોઇ પણ સ્પષ્ટતા તેમના દ્વારા કરવામાં ન આવતા અરજદારો અવઢવમાં છે. હાયર પેમેન્ટ કોર્સ માટે 150 હંગામીની ભરતીનું આયોજન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હાયર પેમેન્ટ કોર્સ માટે 150 જેટલા હંગામી અધ્યાપકોની ભરતી કરવા માટે યુનિવર્સિટી દ્વારા જાહેરાત આપવામાં આવી છે. જેના પગલે કુલ 900 જેટલા હંગામી અધ્યાપકોની ભરતી કરવામાં આવનાર છે. એક સમયે યુનિ.માં હંગામી અધ્યાપકોની સંખ્યા 450 હતી, સમયાંતરે 750 સુધી પહોંચી જતાં ગુણવત્તા ગગડી એક સમયે યુનિવર્સિટીમાં 450 હંગામી અધ્યાપકોની ભરતી કરવામાં આવતી હતી જોકે હવે તે 750 સુધી સંખ્યા પહોંચી ગઇ છે. છેલ્લા કેટલાય વર્ષોથી કાયમી અધ્યાપકો નિવૃત્ત થઇ રહ્યા છે જેની સામે કાયમી અધ્યાપકોની જગ્યા ભરવામાં આવી રહી નથી. જેના કારણે જગ્યાઓ ખાલી પડી રહી છે અને હંગામીની ભરતી કરવી પડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    યુપીનું પ્રયાગરાજ દેશમાં સૌથી ગરમ, પારો 45.2°C એ પહોંચ્યો:રાજસ્થાન સહિત 5 રાજ્યોના 14 શહેરોમાં પારો 44°C ને પાર; ઓડિશામાં સોમવારથી શાળાઓ બંધ
    Next Article
    છેતરપિંડી:રશિયાના વિઝાના નામે ચાની લારી ચલાવતા યુવક સાથે વી વર્લ્ડ વિઝાના સંચાલકની ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment