Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુપીનું પ્રયાગરાજ દેશમાં સૌથી ગરમ, પારો 45.2°C એ પહોંચ્યો:રાજસ્થાન સહિત 5 રાજ્યોના 14 શહેરોમાં પારો 44°C ને પાર; ઓડિશામાં સોમવારથી શાળાઓ બંધ

    2 days ago

    દેશના ઘણા ભાગોમાં લૂનો પ્રભાવ તેજ બની રહ્યો છે. દેશમાં શુક્રવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સૌથી વધુ તાપમાન 45.2°C નોંધાયું હતું. જ્યારે મહારાષ્ટ્રના અકોલામાં પારો 45°C, અમરાવતીમાં 44.8°C રહ્યો હતો. રાજસ્થાન સહિત 5 રાજ્યોના 14 શહેરોમાં પારો 44°C ને પાર કરી ગયો છે. યુપીના આગ્રા, મથુરા, ફિરોઝાબાદ અને મૈનપુરીમાં બપોરે 12 થી 4 વાગ્યા સુધી મજૂરોના કામ પર પ્રતિબંધ છે. કાનપુરમાં 45 વર્ષીય સુનીલ કુમારનું બાઇક પર હીટ સ્ટ્રોકથી મૃત્યુ થયું હતું. હવામાન વિભાગે 17 જિલ્લાઓમાં વોર્મ નાઇટ અને 60 જિલ્લાઓમાં લૂનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઓડિશાના 18 શહેરોમાં પારો 40°C થી વધુ નોંધાયો હતો. ઝારસુગુડામાં તાપમાન 44.8°C રહ્યું હતું. હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે સોમવારથી રાજ્યની તમામ શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. મધ્ય પ્રદેશના 11 જિલ્લાઓમાં લૂનું એલર્ટ છે. જ્યારે નર્મદાપુરમ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લાઓમાં હીટવેવ ચાલી રહી છે. અહીં ઉનાનું તાપમાન 41.1°C પર પહોંચી ગયું છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને શુક્રવારે લોકોને સલાહ આપી કે તેઓ સમગ્ર રાજ્યમાં વધતા તાપમાન વચ્ચે સવારે 11 થી બપોરના 3 વાગ્યાની વચ્ચે બહાર નીકળવાનું ટાળે. CM એ કહ્યું કે લોકોએ આ સમયને સેલ્ફ-લોકડાઉન તરીકે લેવો જોઈએ. આગામી 2 દિવસના હવામાનની સ્થિતિ 26 એપ્રિલ: છત્તીસગઢ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હીટવેવ ચાલવાની સંભાવના છે. આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઓડિશા અને તમિલનાડુમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહી શકે છે. 27 એપ્રિલ: બિહાર, છત્તીસગઢ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં હીટવેવ ચાલશે. હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઓડિશા અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગરમ રાતો (વૉર્મ નાઇટ કન્ડિશન) રહેવાની પણ આશંકા છે. આંધ્ર પ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ગોવા, ઓડિશા અને તમિલનાડુમાં ખૂબ જ ગરમ અને ભેજવાળું વાતાવરણ રહી શકે છે. દેશભરમાંથી ગરમીની તસવીરો
    Click here to Read More
    Previous Article
    ‘We agreed to stop buying oil from Iran, Russia… tariffs’: RSS’s Madhav expresses surprise at strain in India-US ties
    Next Article
    ભરતી પ્રક્રિયા પૂરજોશમાં શરૂ:યુનિ.માં કાયમી અધ્યાપકોની ભરતી કરાશે, હંગામીને દિવાળીમાં કાઢી મૂકવાની શક્યતા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment