Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેતરપિંડી:રશિયાના વિઝાના નામે ચાની લારી ચલાવતા યુવક સાથે વી વર્લ્ડ વિઝાના સંચાલકની ઠગાઈ

    13 hours ago

    ન્યૂ અલકાપુરી રોડ રહેતા યુવકના રશિયાના વર્ક વિઝાના બહાને સયાજીગંજના વી વર્લ્ડ વિઝા ઓફિસના સંચાલકે રૂા.1.50 લાખ પડાવી લેતાં સયાજીગંજ પોલીસે ગુનો નોંધ્યો હતો. તિલકનગર રહેતા નિરંજન ચૌહાણ ચાની લારી ચલાવે છે. ડિસેમ્બર-2024માં નિરંજન અને તેનો મિત્ર સયાજીગંજ ફોનિક્સ કોમ્પ્લેક્સમાં આવેલી વી વર્લ્ડ વિઝા નામની ઓફિસમાં રશિયાના વર્ક વિઝા કઢાવવા માટે ગયા હતા, જ્યાં તેમને વિરલ શાહ મળ્યો હતો. પ્રોસેસ જણાવીને વિરલે વિઝા માટે રૂા.5 લાખ ખર્ચ થશે તેમ કહેતાં નિરંજને પાસપોર્ટ સહિત ડોક્યૂમેન્ટ આપીને રૂા.1 લાખ ચૂકવ્યા હતા. વિરલે 60 દિવસમાં વિઝા આવી જશે તેમ કહ્યું હતું, પરંતુ વિઝા મળ્યા નહોતા. નિરંજન વિરલની ઓફિસે જતાં ઓફર લેટરની જરૂર પડશે કહી વધુ રૂા.50 હજાર લીધા હતા. ત્યારબાદ 4 મહિના સુધી વિઝા આવ્યા નહોતા, જેથી નિરંજન વિરલ પાસે ગયો હતો. વિરલે રૂા.1.50 લાખનો ચેક આપીને કહ્યું હતું કે, એક મહિનામાં કામ ન થાય તો ચેક વટાવી લેજો. એક મહિના બાદ પણ વિઝા ન આવતાં નિરંજને ચેક જમા કરાવતાં બાઉન્સ થયો હતો. વિરલની ઓફિસ પણ બંધ થઇ ગઇ હતી. જેથી સયાજીગંજ પોલીસે વિરલ સામે ગુનો નોંધ્યો હતો. નિરંજન ચૌહાણે કહ્યું હતું કે, મિત્ર મિરાંગ પરમારના પણ રશિયાના વિઝા કરાવી આપવાના બહાને વિરલે રૂા.1.50 લાખ પડાવી લીધા હતા. જોકે હાલ તે મામલે ફરિયાદ નોંધાઈ નથી. સાથે મને જાણવા મળ્યું કે, વિરલે 20થી વધુ લોકોને રશિયાના વર્ક વિઝા કરાવી આપવાના બહાને છેતરપિંડી કરી હતી. એજન્ટનું MEAનું લાઇસન્સ તપાસો, વિઝા માટે રૂપિયાના વ્યવહાર કરતા સમયે સતર્ક રહો
    Click here to Read More
    Previous Article
    ભરતી પ્રક્રિયા પૂરજોશમાં શરૂ:યુનિ.માં કાયમી અધ્યાપકોની ભરતી કરાશે, હંગામીને દિવાળીમાં કાઢી મૂકવાની શક્યતા
    Next Article
    Bulldozer, bridge, water tank, but all ‘talk’: Congress turns to AI for poll campaign  

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment