Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાખોની માલમત્તા ઉઠાવનાર આરોપી ઝડપાયો:રાજકોટના યુનિ. રોડ પર બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં ડબલ ચોરીનો ભેદ ઉકેલાયો

    2 days ago

    શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં થયેલી ડબલ ચોરીના ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં નોકરી કરતા વિશ્વરાજસિંહ યોગેન્દ્રસિંહ રાણાનું રાજકોટ સ્થિત મકાન લાંબા સમયથી બંધ હતું. આ દરમિયાન 22 માર્ચથી 16 એપ્રિલ વચ્ચે તસ્કરોએ મકાનમાં ઘૂસી અંદાજે 7.12 કિલો ચાંદીના દાગીના તથા રૂ.60હજારના રોકડ સહિત કુલ રૂ. 4.32 લાખની ચોરી અંજામ આપી હતી. તે જ સોસાયટીમાં રહેતા નિવૃત્ત રમણીબેન નમ્બીયાર પણ પુણે ખાતે તેમના પુત્રના ઘરે ગયા હતા, ત્યારે તસ્કરોએ તેમના મકાનનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. કબાટના લોકરમાંથી આશરે 370 ગ્રામ ચાંદીની વસ્તુઓ, કોપરના વાસણો, મોબાઈલ અને ઘડિયાળ મળી કુલ રૂ. 41 હજારની માલમત્તા ચોરી કરી હતી. પાડોશીએ વીડિયો કોલ દ્વારા બનાવની જાણ કરતા મામલો સામે આવ્યો હતો. એક જ વિસ્તારમાં બનેલી આ બંને ચોરીની ઘટનાઓને પગલે યુનિવર્સિટી પોલીસે એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડી બંને ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી ચોરાયેલ માલમત્તા કબજે કરવાની કાર્યવાહી શરૂ કરી છે તેમજ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Ph.D. ગાઈડ બનવા નવા નિયમો:3 વર્ષનો PG અનુભવ અને 5 રિસર્ચ પેપર ફરજિયાત
    Next Article
    નકલી સોનાનો ‘અસલી’ ખેલ:હિંમત ગોલ્ડ પેઢી સાથે 15.60 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment