Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Ph.D. ગાઈડ બનવા નવા નિયમો:3 વર્ષનો PG અનુભવ અને 5 રિસર્ચ પેપર ફરજિયાત

    2 days ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધનની ગુણવત્તાને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે વહીવટીતંત્ર દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી સંલગ્ન ભવનો અને કોલેજોમાં ફરજ બજાવતા જે અધ્યાપકો પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા એટલે કે ‘ગાઈડ’ બનવા ઈચ્છે છે, તેમના માટે હવે લાયકાતના ધોરણો વધુ કડક બનાવવામાં આવ્યા છે. ‘પીએચ.ડી. ઓર્ડિનન્સ 2022’ ના નવા નિયમો મુજબ, હવે માત્ર ડિગ્રી હોવી પૂરતી નથી, પરંતુ અધ્યાપક પાસે પદવી મેળવ્યા બાદનો ઉંડો શૈક્ષણિક અનુભવ અને સંશોધન ક્ષેત્રે મજબૂત પકડ હોવી પણ અનિવાર્ય છે. નવા પરિપત્ર અનુસાર, ગાઈડ બનવા ઈચ્છુક અધ્યાપકો માટે ઓછામાં ઓછો 3 વર્ષનો પી.જી. (Post Graduate) ટીચિંગનો અનુભવ અને પ્રતિષ્ઠિત જર્નલ્સમાં 5 રિસર્ચ પેપર પ્રકાશિત કરેલા હોવા ફરજિયાત કરી દેવાયા છે. યુનિવર્સિટીના આ પગલાથી સંશોધન કાર્યમાં આવતી નબળાઈઓ દૂર થશે અને પીએચ.ડી. કરનારા વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનું માર્ગદર્શન મળી રહેશે. યુનિવર્સિટીના પી.જી.ટી.આર. વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરીને નવી અરજીઓ મંગાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે, જેનાથી શૈક્ષણિક જગતમાં ભારે હલચલ જોવા મળી રહી છે. કોણ બની શકશે પીએચ.ડી. ગાઈડ? જાણો લાયકાત 1. પ્રોબેશન પિરિયડ : યુનિવર્સિટી ભવનોમાં ફરજ બજાવતા અધ્યાપકોનો પ્રોબેશન પિરિયડ પૂર્ણ થયેલો હોવો જોઈએ. 2. PG અનુભવ : યુ.જી. કોલેજમાં ફરજ બજાવતા અધ્યાપકો પાસે પી.જી. ટીચિંગની માન્યતા હોવી જોઈએ અને ઓછામાં ઓછા 3 વર્ષનો પી.જી. અધ્યયનનો અનુભવ હોવો અનિવાર્ય છે. 3. રિસર્ચ પેપર : અધ્યાપકે પીઅર રિવ્યુડ અથવા રેફર્ડ જર્નલમાં ઓછામાં ઓછા 5 સંશોધન પત્રો (Research Papers) પ્રકાશિત કરેલા હોવા જોઈએ. અરજદારે અરજી ચાર નકલમાં યુનિ.ને આપવી પડશે અરજદારે પોતાની અરજી કુલ ચાર નકલમાં કરવાની રહેશે. અરજી સાથે તમામ શૈક્ષણિક માર્કશીટ, પીએચ.ડી. નોટિફિકેશન, લિવિંગ સર્ટિફિકેટ અને અનુભવના પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલ જોડવી પડશે. અધ્યાપકોએ પોતાની અરજી સંસ્થાના આચાર્ય અથવા વડાના ફોરવર્ડિંગ લેટર સાથે જમા કરાવવાની રહેશે. સંસ્થાના વડાએ એ પણ પ્રમાણિત કરવાનું રહેશે કે અધ્યાપક કાયમી નિમણૂક ધરાવે છે અને તેમની વિગતો યુનિવર્સિટીના રેકોર્ડ મુજબ સાચી છે.
    Click here to Read More
    Previous Article
    સરની અસર:શહેરમાં એક દાયકામાં સવા લાખ વસ્તી વધી છતાં મતદારો વધવાને બદલે 423 ઘટી ગયા!
    Next Article
    લાખોની માલમત્તા ઉઠાવનાર આરોપી ઝડપાયો:રાજકોટના યુનિ. રોડ પર બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં ડબલ ચોરીનો ભેદ ઉકેલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment