Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરની અસર:શહેરમાં એક દાયકામાં સવા લાખ વસ્તી વધી છતાં મતદારો વધવાને બદલે 423 ઘટી ગયા!

    2 days ago

    ભાવનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે તા.26 એપ્રિલને રવિવારે મતદાન છે ત્યારે આ વખતે ચૂંટણી પંચે ખોટા મતદારોને નાબૂદ કરવા સર અભિયાન ચલાવતા 66 હજારથી વધુ મતદારો રદ થયા છે. આથી શહેરમાં આજથી 10 વર્ષ પહેલા 2015માં વસ્તી હતી તેનાથી સવા લાખની વસ્તી આજે વધી છે પણ 2015માં જે મતદારો 13 વોર્ડની 52 બેઠક માટે હતા તેમાં 423નો ઘટાડો થયો છે. 2015ના વર્ષમાં ભાવનગર શહેરની વસ્તી સવા પાંચ લાખ હતી તે આજે વધીને સાડા છ લાખ થઇ ગઇ છે. જ્યારે 2015માં શહેરમાં મતદારો 4,58,799 હતા તે આજે ઘટીને 4,58,376 થઇ ગયા છે. જો કે વચ્ચે 2021ની ચૂંટણીમાં ભાવનગર શહેરમાં મતદાર સૌથી વધુ 5,25,007 નોંધાયા હતા. આ વખતે મતદારની સંખ્યામાં 2021ની તુલનામાં 66,631 મતદારોનો ઘટાડો થયો છે. જ્યારે 2021માં મતદારોની સંખ્યામાં 66,208નો વધારો થયો હતો. ભાવનગર શહેરમાં 2021ના વર્ષોમાં વસ્તી 5,93,368 હતી એ આજે 2026માં વધીને સાડા છ લાખ થઈ ગઈ છે. એટલે કે પાંચ વર્ષમાં વસ્તીમાં 56,632નો વધારો થયો છે તેની સામે મતદારોની સંખ્યામાં 2021ની તુલનામાં 2026માં 66,631નો ઘટાડો થયો છે. આમ વસ્તી વધી તેના કરતાં મતદારો વધુ ઘટ્યા છે. 3 ચૂંટણીમાં શહેરમાં મતદારોની વધઘટ નોટા : 2021માં શહેરના 13 વોર્ડમાં 4422 મતદારોએ એકય ઉમેદવાર પસંદ કર્યા ન હતા 26 એપ્રિલને રવિવારે 13 વોર્ડની 52 બેઠકો માટે મતદાન થવાનું છે જેમાં મતદારો માટે હવે એક શસ્ત્ર નોટાનું પણ હોય છે. જો ચૂંટણીમાં ઉભા હોય તે પૈકી એક પણ ઉમેદવાર મતદારને પસંદ ન પડતા હોય તો નોટાનું બટન દબાવીને પોતાનો વિરોધ વ્યક્ત કરે છે. ગત 2021ની ચૂંટણીમાં 13 વોર્ડમાં 4422 મતદારોને એકેય ઉમેદવાર પસંદ નહીં પડેલા. જેમાં ઘોઘા સર્કલ વોર્ડમાં નોટામાં સૌથી વધુ 489 મત પડ્યા હતા. 2015માં નોટામાં કુલ 4045 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો. આથી 2021માં નોટામાં મતની સંખ્યામાં 9.32 ટકાનો વધારો થયો હતો. 2021માં વોર્ડવાઈઝ નોટામાં પડેલા મત શું કામ મતદારો ઘટ્યા? પ્રચાર પડઘમ શાંત થયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારના અંતિમ તબક્કામાં રેલી અને સરઘસો કાઢ્યા હતા. બપોર બાદ પ્રચાર પ્રસારના પડઘમો શાંત થઈ ગયા છે. જેથી રાજકીય પક્ષોએ પ્રચાર માટે હવે જાહેર સભા કે સરઘસ નહીં પરંતુ ગ્રુપ મીટીંગોનો સહારો લીધો છે. મોડી સાંજ સુધી જુદા જુદા વિસ્તારોમાં રહીશો અને સમાજ લેવલની મીટીંગો યોજી મતદારોને આકર્ષવાના પ્રયાસો થઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:AAPમાં મોટી તોડફોડ, રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદો ભાજપમાં જોડાયા, ઇઝરાયલના PMને કેન્સર, ગુજરાત અગનભઠ્ઠી બન્યું, પારો 43ને પાર
    Next Article
    Ph.D. ગાઈડ બનવા નવા નિયમો:3 વર્ષનો PG અનુભવ અને 5 રિસર્ચ પેપર ફરજિયાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment