Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટ્રોંગ રૂમ, મતગણતરી કેન્દ્રો જાહેર:સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે વહીવટી તંત્ર દ્વારા ફાળવણી

    11 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ-2026 માટે મહાનગરપાલિકા અને નગરપાલિકાવાર કેન્દ્રોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં સ્ટ્રોંગ રૂમ, ડિસ્પેચિંગ, રિસીવિંગ અને મતગણતરી કેન્દ્રોની વિગતો દર્શાવવામાં આવી છે. આ યાદી મુજબ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 1 થી 5 માટે એમ.પી. શાહ આર્ટ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ઈ.વી.એમ. (EVM) સ્ટ્રોંગ રૂમ નં. 19 અને 24 કાર્યરત રહેશે. આ જ સંકુલમાં આ વોર્ડના ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર રાખવામાં આવ્યા છે, જ્યારે મતગણતરીની પ્રક્રિયા કોલેજના રૂમ નં. 17 માં હાથ ધરવામાં આવશે. વોર્ડ નં. 6 થી 9 માટે બસ સ્ટેન્ડ રોડ પર આવેલી એમ.પી. શાહ ITIના બીજા માળે થિયરી રૂમ નં. 202, 205 અને 206માં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે. આ વોર્ડ માટે ડિસ્પેચિંગ અને રિસીવિંગ કામગીરી ITIના ગ્રાઉન્ડ ફ્લોર પર થશે, જ્યારે મતગણતરી એમ.પી. શાહ આર્ટ એન્ડ સાયન્સ કોલેજના પ્રથમ માળના રૂમ નં. 42 અને 43માં કરવામાં આવશે. વોર્ડ નં. 10 થી 13 માટે પણ એમ.પી. શાહ આર્ટ એન્ડ સાયન્સ કોલેજ ખાતે જ સ્ટ્રોંગ રૂમ નં. 20 અને 23 તેમજ રૂમ નં. 22 માં મતગણતરી કેન્દ્રની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અન્ય નગરપાલિકાઓની વાત કરીએ તો, થાનગઢ નગરપાલિકા માટે લાખામાંચી રોડ પર આવેલા તાલુકા સેવા સદનના ભોંયતળિયે સ્ટ્રોંગ રૂમ અને બીજા માળે રૂમ નં. 1 માં ડિસ્પેચિંગ, રિસીવિંગ તથા મતગણતરીની કાર્યવાહી થશે. ધ્રાંગધ્રા નગરપાલિકા માટે ટાઉનહોલ સામે આવેલી એમ.એમ. શાહ સંસ્કાર વિદ્યાલય (શિશુકુંજ)ના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટ્રોંગ રૂમ, ડિસ્પેચિંગ, રિસીવિંગ અને મતગણતરી એમ તમામ પ્રક્રિયાઓ માટેના કેન્દ્રો નિયત કરવામાં આવ્યા છે. લીંબડી નગરપાલિકા માટે તાલુકા સેવા સદન, લીંબડીના પ્રથમ માળે રૂમ નં. 209માં રિઝર્વ સ્ટ્રોંગ રૂમ અને કાશીબેન ઉપાસના ભવન ખાતે મુખ્ય સ્ટ્રોંગ રૂમ રહેશે. અહીં ડિસ્પેચિંગ અને રિસીવિંગની કામગીરી રૂમ નં. 205 અને 210 માં થશે, જ્યારે મતગણતરી પણ તાલુકા સેવા સદનના પ્રથમ માળે જ હાથ ધરાશે. પાટડી નગરપાલિકા માટેની ચૂંટણી પ્રક્રિયા સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, પાટડી ખાતે કેન્દ્રિત રહેશે, જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર સ્પોર્ટ્સ રૂમમાં ઈ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ અને સ્ટાફ રૂમમાં મતગણતરીની પ્રક્રિયા કરવામાં આવશે. તેવી જ રીતે, ચોટીલા નગરપાલિકા માટે નાના પાળીયાદ રોડ પર આવેલી આઈ.ટી.આઈ. (ITI) ચોટીલાના લેક્ચર રૂમ નં. 3માં સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ચોટીલા નગરપાલિકા માટે ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર ITI સંકુલમાં જ રહેશે અને મતગણતરીની કામગીરી ડીઝલ મિકેનિક ટ્રેડ વિભાગમાં કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વોરાબજારમાં આવેલા જવેલર્સના તાળા તોડનારા ત્રણ શખ્સને પોલીસે દબોચ્યા:આરોપીની પૂછપરછ દરમિયાન વધુ બે શખસના નામ ખુલ્યા, 57 હજારનો મુદામાલ કબ્જે કરાયો
    Next Article
    ગાંધીનગરમાં રક્તરંજિત સાંજ:ઘ-0 સર્કલ પાસે ઈકો-બાઈક વચ્ચેના અકસ્માતમાં બે યુવકના મોત, એક ગંભીર, ઇકો લઈને અન્ય વ્યક્તિ નાસી છૂટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment