Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં રક્તરંજિત સાંજ:ઘ-0 સર્કલ પાસે ઈકો-બાઈક વચ્ચેના અકસ્માતમાં બે યુવકના મોત, એક ગંભીર, ઇકો લઈને અન્ય વ્યક્તિ નાસી છૂટ્યો

    9 hours ago

    રાજ્યના પાટનગરમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, જેમાં આજે સાંજે ઘ-0 સર્કલ નજીક આવેલા બ્રિજ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી ઈકો કાર અને મોટરસાઈકલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીનગરના વ્યસ્ત ગણાતા ઘ-0 સર્કલ પાસેના બ્રિજ પરથી પસાર થઈ રહેલા બાઈક સવારોને પૂરપાટ ઝડપે દોડતી ઈકો કારે અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે, બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને સવારો રોડ પર ફંગોળાયા હતા. આ અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ બનાવના પગલે સેકટર-7 પોલીસ મથકના ASI રતનલાલ તેમજ જમાદાર ઉમેશભાઈ સ્થળ પર જઈ તપાસ શરૂ કરી છે. સૂત્રોના કહેવા મુજબ પુંદરાસણ ગામના નિકુલ ભરતજી ઠાકોર (ઉં.22) , પ્રકાશ પ્રવીણજી ઠાકોર (ઉં.20)અને અન્ય એક યુવક એમ ત્રણ જણ બાઇક લઈને અત્રેના રોડ પરથી પસાર થઈ રહ્યાં હતા. આ દરમિયાન ઈકો ગાડીની બાઈકને ટક્કરથી નિકુલ અને પ્રકાશનું મોત નિપજ્યું છે. જ્યારે ત્રીજો યુવાન સારવાર હેઠળ છે. અકસ્માત સર્જનાર ઈકો કાર ચાલકની અટકાયત કરી અકસ્માતને પગલે બ્રિજ પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. આ દરમિયાન અકસ્માતગ્રસ્ત ઈકો ગાડી લઈને કોઈ નાસી ગયું હતું અને તેનો ચાલક લોકોના હાથમાં આવી ગયો હતો. બીજી તરફ ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રીજા વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત નાજુક હોવાનું તબીબી સૂત્રો જણાવી રહ્યા છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોની ઓળખ વિધિ હાથ ધરી છે અને અકસ્માત સર્જનાર ઈકો કાર ચાલકની અટકાયત કરી લીધી છે.
    Click here to Read More
    Previous Article
    સ્ટ્રોંગ રૂમ, મતગણતરી કેન્દ્રો જાહેર:સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે વહીવટી તંત્ર દ્વારા ફાળવણી
    Next Article
    Only 5 Ships, Including Iranian Tanker Crossed Hormuz In Last 24 Hours

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment