Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રખિયાલમાં દેશી દારૂ ભરેલી રિક્ષાનો અકસ્માત:57 લીટર દારૂ સાથે લોકોએ પીધેલા રિક્ષાચાલકને પકડીને પોલીસ હવાલે કર્યો

    5 days ago

    ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પણ બુટલેગરો બેફામ જોવા મળતા પોલીસનો ખોફ અને કામગીરી સામે સવાલો થઈ રહ્યાં છે. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ અજીત મીલ ચાર રસ્તા પાસે મોડીરાત્રે દેશી દારૂ ભરેલી રિક્ષાના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતને પગલે ભેગા થયેલા લોકોએ રિક્ષામાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને દારૂ પીધેલા રિક્ષાચાલકને પોલીસ હવાલે કર્યો હતો. બુટલેગરો બેફામ બનતાં સ્થાનિક પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઊભા થયા છે. અકસ્માત બાદ દેશી દારૂનો જથ્થો મળ્યો ગત 23 ઓગસ્ટના રોજ રાત્રે 11:15 વાગ્યા આસપાસ અજીત મીલ ચાર રસ્તા નજીક એક રિક્ષાચાલકે બેફામપણે વાહન ચલાવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. રિક્ષાચાલક ભારે નશાની હાલતમાં હતો અને રિક્ષામાંથી દેશી દારૂની તીવ્ર વાસ આવતી હતી. લોકોએ રિક્ષાની તપાસ કરતાં અંદરથી દારૂ ભરેલા કોથળા મળી આવ્યા હતા, જેથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. 57 લીટર દેશી દારૂ જપ્ત ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે રિક્ષાચાલકની અટકાયત કરી રિક્ષામાંથી મળી આવેલા 3 મોટા પ્લાસ્ટિકના કોથળામાંથી 19 થેલીઓમાં ભરેલો કુલ 57 લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. બે શખ્સો સામે ગુનો નોંધાયો પોલીસે આ મામલે રખિયાલના વિવેકાનંદ આવાસમાં રહેતા મનીષ ડાભી અને નડિયાદના કનીપુરા કબરસ્તાન પાસે રહેતા વિજય તળપદા નામના બે શખ્સ સામે ગુનો નોંધી દાખલ કર્યો છે. આ ઉપરાંત, મનીષ ડાભી દારૂ પીધેલી હાલતમાં હોય તેની સામે પ્રોહિબિશનનો અલગથી કેસ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Watch: Indian-Origin Techie's Father's Response To Layoff Goes Viral, Internet Calls It 'King Mentality'
    Next Article
    'પોતાના સ્વાર્થ માટે ભાજપ-કોંગ્રેસના મોટા નેતાઓએ પાટીદાર આંદોલન ભડકાવ્યું':આનંદીબેન પરના પુસ્તકમાં રાજકીય ધડાકાથી BJP ભીંસમાં, કહ્યું- જેણે લખ્યું તેને ખબર હશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment